(એજન્સી) ચંદીગઢ, તા.ર૮
પંજાબના મંત્રી નવજોતસિંહ સિધ્ધુ સામે વિવાદ છેડાયો હતો. સિધ્ધુએ મ્યુનિસિપલ અધિકારીને સસ્પેન્ડ કરવાના આપેલા આદેશને તેમના પત્નીએ રદ્દ કર્યો હતો.
વિરોધી દળ અકાલી દળે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાક્રમ એ વાતની સાક્ષી પૂરે છે કે સિધ્ધુની ગેરહાજરીમાં તેમની પત્ની કામ કરે છે ઓફિસમાંથી અધિકારીની બરતરફીનો આદેશ કરવામાં આવે છે અને ઘરેથી આ આદેશ રદ્દ કરવાનો હુકમ કરાય છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે આ મામલે દરમ્યાનગીરી કરવી જોઈએ.
ક્રિકેટરમાંથી નેતા અને મંત્રી બનેલા સિધ્ધુએ આ મામલે કોઈ ટિપ્પણી કરી ન હતી પણ તેમના પત્ની નવજોત કૌર સિધ્ધુએ આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હું અહીં લોકોની રજૂઆત સાંભળવા આવી છું મે સત્તાવાર રીતે કોઈ નિર્ણય કર્યો નથી મારી પાસે કોઈ સત્તાવાર કે સરકારી ફાઈલો નથી મ્યુનિસિપલ અધિકારી સાથે ફોટો અંગે સિધ્ધુની પત્નીએ જણાવ્યું હતું કે, બરતરફ કરાયેલા અધિકારી હકીકતમાં “વ્હીસલ- બ્લોવર” છે જે તેમની સાથે માત્ર ફોટો પડાવવા આવ્યા હતા કેમ કે તેમને મદદ કરી હતી મે મંત્રીને માત્ર એટલું જણાવ્યું હતું કે, આ નિર્ણય ખોટો છે, તેમની સામે ફરી તપાસ થવી જોઈએ કેમ કે તેઓ એક “વ્હીસલ-બ્લોવર” છે.