નવી દિલ્હી,તા.૫
કેન્દ્રીય મંત્રી અનંથ કુમાર દ્વારા સંસદ અવરોધના આક્ષેપો સાંભળી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી ખૂબ જ રોષે ભરાયા હતા. સોનિયા ગાંધીએ કહ્યું કે સરકાર સંસદની કાર્યવાહી અનુરોધી રહી છે અને આક્ષેપો અમારા ઉપર મૂકવામાં આવી રહ્યા છે. સોનિયા ગાંધીએ લોકસભામાં થયેલ સંઘર્ષ પછી NDTVને જણાવ્યું કે આ ખૂબ જ શરમજનક ઘટના છે કે સંસદીય બાબતોના મંત્રી ગૃહની અંદર આ પ્રકારના જુઠ્ઠાણાઓ બોલી રહ્યા છે. સંસદીય બાબતોના મંત્રી અનંથ કુમારે કોંગ્રેસ ઉપર સંસદની કાર્યવાહી અવરોધના આક્ષેપો મૂકયા હતા. એમણે કહ્યું હતુ કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સંસદની કાર્યવાહી ચલાવવા દેતા નથી. સોનિયા ગાંધીએ NDTVને કહ્યુ કે અમે શાંતિથી સંસદમાં બેસી સરકારને ચર્ચા માટે વિનંતીઓ કરીએ છીએ પણ સરકાર અને એમના સાથીઓ કાર્યવાહી ચલાવવા નથી દેતા. છેલ્લા ૨૩ દિવસોથી સંસદના બંને સદનો કોઈપણ કામકાજ વિના ખોરવાઈ ગયેલ છે અને આવતી કાલે છેલ્લો દિવસ છે. ગઈકાલે અનંથ કુમારે જાહેરાત કરી હતી કે સંસદમાં કામગીરી નથી થઈ એના માટે અમારા સાંસદો પગાર અને ભથ્થાઓ લેશે નહીં અનંથકુમારના આ પ્રયાસો વિરોધ પક્ષો ઉપર સંસદની કાર્યવાહી નહીં ચલાવવા માટે દોષ મૂકવા માટે જ કરાયા હતા. કારણ કે વિરોધ પક્ષો અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર માટે ચર્ચા કરવા દબાણ કરી રહ્યા હતા. અનંથકુમારે કહ્યુ હતું કોંગ્રેસ સંસદ ચલાવવા દેતી નથી અને સંસદની બહાર ગેટ ઉપર વિરોધ પ્રદર્શનો કરે છે. એમણે કહ્યું કે સરકાર બધા મુદ્દાઓ માટે ચર્ચા કરવા તૈયાર છે પણ વિપક્ષો સહકાર આપતા નથી. વિરોધ પક્ષોએ જણાવ્યું કે AIADMK જે સરકારનું સમર્થક ગણવામાં આવે છે એમણે જ સંસદમાં અવરોધો ઉભા કર્યા હતા અને અવિશ્વાસની દરખાસ્ત ઉપર ચર્ચાની માગણી કરી હતી.
SC/ST કાયદો, આંધ્રને વિશેષ દરજ્જો, ખેડૂતોમાં અસંતોષ વગેરે મુદ્દાઓને લઈ સોનિયા અને રાહુલે
કેન્દ્ર સામે વિરોધી મોરચાની આગેવાની લીધી
ભાજપા સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરવાના વિરચના પક્ષોની આગેવાની સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ લીધી છે. દલિતોનો મુદ્દો કેન્દ્રી ખેડૂતોનો અસંતોષ, કાવેરી મેનેજમેન્ટ બોર્ડની રચનામાં સરકારની ઉદાસીનતા આંધ્રને વિશેષ દરજ્જા જેવા મુદ્દાઓને લઈ વિપક્ષોએ સંસદની બહાર પ્રદર્શનો કર્યા હતા. બજેટ સત્ર દરમ્યાન લોકસભા અને રાજ્ય સભામાં કોઈ મહત્ત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ ન હતી. સભ્યો દ્વારા વારંવાર અનુરોધો ઉભા કરતા બંને સદનોની કાર્યવાહી મોકૂફ જ રાખવામાં આવી છે. આવતી કાલે બજેટ સત્રનો છેલ્લો દિવસ છે. ગઈકાલે ત્રણ કલાકના ટુંકા ગાળા દરમિયાન રાજ્યસભા ૧૦ વખત મોકુફ રાખવી પડી હતી. સરકાર ભ્રષ્ટાચાર નિવારણ બિલ લાવવા ઈચ્છતી હતી જે ચાર વર્ષથી અટકેલ છે પણ વિપક્ષો એ કહ્યું કે જ્યાં સુધી જે મુદ્દાઓ ઉઠાવાયા છે એની ઉપર ચર્ચા નહીં થાય ત્યાં સુધી કોઈ કામકાજ કરવામાં નહીં આવે. મોદી સરકાર સામે ત્રણ અવિશ્વાસની દરખાસ્તો પડતર છે. જેની ઉપર ચર્ચા થઈ શકતી નથી. બે દરખાસ્તો TDP એ અને એક દરખાસ્ત YSR કોંગ્રેસે રજૂ કરેલ છે. AI ADMK પણ દરખાસ્ત રજૂ કરવા ધમકીઓ આપી રહ્યું છે.