(એજન્સી) નવી દિલ્હી, તા.૧
આમ આદમી પાર્ટીએ આરોપ મૂક્યો છે કે દિલ્હીના મંત્રી ઈમરાન હુસેન પર હુમલા માટે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યસચિવ અંશુપ્રકાશ અને આઈએએસ સંગઠનનું કાવતરૂં હતું. આમ આદમી પાર્ટીએ આરોપ મૂક્યો છે કે કેન્દ્ર સરકાર આઈએએસ સંઘને દિલ્હી સરકારની કામગીરીનો બહિષ્કાર કરવા માટે ટેકો આપી રહ્યું છે. મંત્રી ઈમરાન હુસેન પર ર૦ ફેબ્રુઆરીના રોજ હુમલો પૂર્વ યોજિત હતો. જેનું કાવતરૂં ઉપરાજ્યપાલ મુખ્યસચિવ અને આઈએએસ સંઘે ઘડ્યું હતંુ તેમ પક્ષના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું. મુખ્યસચિવ અંશુ પ્રકાશ પર હુમલાના આરોપસર મુખ્યમંત્રી કેજરીવાલ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે પગલાં લેવા દિલ્હી સરકારના કર્મચારી સંઘોએ માગણી કરી છે. કર્મચારી સંઘની બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરી માફીના બદલે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી તે વાતનો ઈન્કાર કરી રહ્યા છે. જે બતાવે છે કે તેઓ કાતરાના હિસ્સેદાર છે. પક્ષના પ્રવક્તા ભારદ્વાજે કહ્યું કે આ અંગે તે દિવસે રાત્રે કોઈ ફરિયાદ થઈ નથી. પરંતુ ઉપરાજ્યપાલના કહેવાથી આઈએએસ સંઘે બેઠક બોલાવી દિલ્હી સચિવાલયમાં કોઈ ધારાસભ્ય કે મંત્રી દેખાય તો હુમલા અંગે ફરિયાદ કરવા ઉશ્કેર્યા હતા.
આપ નેતા દિલીપ પાંડેએ કહ્યું કે મંત્રી ઈમરાન હુસેન પર હુમલા બદલ શા માટે ઉપરાજ્યપાલ અને મુખ્યસચિવ તથા પોલીસ કમિશનર સામે ફરિયાદ ન કરવી જોઈએ ?
મંત્રી ઉપર હુમલાની યોજના ઉપરાજ્યપાલ, મુખ્ય સચિવ અને IAS સંઘ દ્વારા બનાવાઈ હતી : આપ

Recent Comments