વડોદરા, તા.૧૯
શહેરની મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી સોલાર કંપનીનો કર્મચારી મોડી સાંજે કંપનીની બહાર કૂતરાઓને રોટલી નાંખવા નીકળતા વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. પરિવારના એકના એક દીકરાનું મોત નીપજતાં પરિવારે કંપની પાસે સહાયની માંગણી કરી છે.
શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ખેડકર ફળીયામાં રહેતો ૨૮ વર્ષિય વિશાલ ચદેનેશભાઇ પ્રજાપતિ મકરપુરા જીપઆઇ.ડી.સ‘૧.માં આવેલી સોલાર ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં નોકરી કરતો હતો. મોડી સાંજે વિશાલ રાબેતા મુજબ કંપનીના ગેટની બહાર કૂતરાઓને રોટલી નાંખવા માટે ગયો હતો. દરમિયાન કંપનીના ગેટ પાસે આવેલા વીજ થાંભલા ઉપર ઉતરેલ વીજ કરંટ લાગતા તે બેભાન થયો હતો. તે સમયે ઘરે જવા માટે નીકળેલા કંપનીના સુપરવાઇઝરે વિશાલને બેભાન અવસ્થામાં પડેલો જોતા કંપનીના કર્મચારીઓને જાણ કરી હતી. કંપનીના સુપરવાઇઝરે બેભાન થઇ ગયેલા વિશાલના સાથી કર્મચારીઓને જાણ કરતા જ તેઓ દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્ળ્યુલન્સને જાણ કરી હતી. પરંતુ, એમ્બ્યુલન્સને આવતા સમય લાગે તેમ હતો. આથી સાથી કર્મચારીઓ ખાનગી વાહનમાં સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે, ખાનગી હોસ્પિટલ દ્વારા યુવાનની હાલત ગંભીર હોવાથી સયાજી હોસ્પિટલમાં લઇ જવા માટે જણાવતા તુરત જ સાચી કર્મચારીઓ તેણે સપાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોની પ્રાથમિક સારવાર દરમિયાન વિશાલનું મોત નીપજ્યું હતું.
વિશાલ પ્રજાપતિના મોતના સમાચાર પરિવારને થતાં તુરત જ પરિવારજનો હોસ્પિટલમાં દોડી ગયા હતા. આ સાથે આ બનાવની જાણ માંજલપુર પોલીસને થતાં પોલીસ પણ દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમનીં કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારે જણાવ્યું હતું ક્રે, વિશાલ પરિવારનો એક માત્ર આધાર હતો. કંપનીના સત્તાવાળાઓએ નૈતિક જવાબદારી સમજીને પરિવારને સાંત્વન આપવા આવવું જોઇએ. પરંતુ, આવ્યા નથી. અમારી ઇચ્છા છે ક્રે, કંપની દ્વારા વિશાલ પ્રજાપતિના પરિવારજનોંને આર્થિક સહાય કરે. આ બનાવ અંગે માંજલપુર પોલીસે અકસ્માતે મોંતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
(તસવીર : શરીફ કાપડિયા, વડોદરા)