(એજન્સી) તા.૮
બળવાખોરોના નિયંત્રણ હેઠળના પૂર્વ ઘૌતામાં સીરિયાની સેનાના ભારે હવાઇ હુમલા જારી છે અને આ મામલે તાત્કાલિક ધોરણે બુધવારે જ યુએનની સુરક્ષા પરિષદની બેઠક પણ બોલાવાઇ હતી. સીરિયન ઓબ્ઝર્વેટરી ઓફ હ્યુમન રાઇટ્સ નામના સંગઠને જણાવ્યું કે નાગરિકોનો મૃતાંક ૮૦પને વટાવી ગયો છે. સીરિયા તથા તેની સહયોગી રશિયાની સેના દ્વારા છેલ્લે ફેબ્રુઆરી ૧૮થી કરવામાં આવી રહેલા હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં લગભગ ૧૭૮ બાળકોનો ભોગ લેવાઇ ચૂક્યો છે. જોકે બીજી બાજુ રશિયાને પણ એક મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું જ્યારે મંગળવારે તેના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે એક રશિયન ટ્રાન્સપોર્ટ વિમાન પશ્ચિમી સીરિયામાં લેન્ડ કરતી વખતે ક્રેશ થઇ ગયું હતું અને તેમાં ૩૯ લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે હાલમાં પૂર્વ ઘૌતા જે દમાસ્કસની નજીક આવેલ છે ત્યાં મહિના માટે યુદ્ધવિરામ લાગુ હોવા છતાં હવાઇ હુમલા તો જારી જ છે. આ બળવાખોરોના નિયંત્રણ હેઠળનો લગભગ તો અંતિમ વિસ્તાર છે. મંગળવારે પણ અહીં ર૪ જેટલા નાગરિકો મૃત્યુ પામ્યા હતા. જોકે સીઝફાયર લાગુ હોવા છતાં હુમલા ચાલુ હોવાને કારણે ફ્રાન્સ તથા બ્રિટને બંધબારણે તાત્કાલિક ધોરણે એક ઇમરજન્સી યુએનએસસીની બેઠક બોલાવી હતી. અહીં સીરિયામાં લાગુ યુદ્ધવિરામ નિષ્ફળ જઇ રહ્યા હોવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પૂર્વ ઘૌતામાં સીરિયાની સેના યુદ્ધના ધોરણે આગળ વધી રહી છે. લગભગ ૪૦ ટકા જેટલા વિસ્તાર પર સીરિયાની સેનાએ કબજો જમાવી લીધો છે. અહીં મુખ્ય વિસ્તાર દોઉમા છે. જોકે રાહત બચાવ કામગીરી કરતાં લોકોને પણ આ હવાઇ હુમલામાં નિશાને લેવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે સીરિયામાં લગભગ ૪ લાખ નાગરિકો બળવાખોરોના નિયંત્રણ હેઠળ જીવન જીવી રહ્યાં છે. છેલ્લે ર૦૧૩થી પૂર્વ ઘૌતાની સરકાર દ્વારા નાકાબંધી કરવામાં આવી છે. ત્યાં યુદ્ધને કારણે રાહત સામગ્રી પણ સારી રીતે પહોંચાડી શકવામાં આવી રહી નથી. લગભગ અડધો જેટલો રાહત સામગ્રીથી લદાયેલો ટ્રકનો કાફલો એમને એમ પડ્યો છે જેને પ્રવેશ કરતા સીરિયાની સેના જ અટકાવી રહી છે.
મકાનો કાટમાળમાં ફેરવાયા : પૂર્વ ઘૌતામાં હવાઇ હુમલા જારી, મૃતાંક ૮૦૦ને વટાવી ગયો

Recent Comments