(એજન્સી) હૈદરાબાદ, તા.૧પ
મક્કા મસ્જિદ બોંબ બ્લાસ્ટ કેસની તપાસમાં નવો વળાંક આવ્યો છે જ્યારે માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસ ર૦૦૮ના મુખ્ય આરોપી કર્નલ એસ.કે. પુરોહિત પોતાના પહેલાંના કબૂલનામાથી ફરી ગયા છે. એમણે નામપલ્લી ફોજદારી કોર્ટમાં જુબાની આપી હતી. મક્કા મસ્જિદ બોંબ બ્લાસ્ટ કેસમાં પુરોહિતનું નામ સાક્ષીઓની યાદીમાં ૧૦૬ નંબરે જણાવેલ હતું. એમને એનઆઈએ દ્વારા ચોથા વધારાના મેટ્રોપોલિટન સેશન્સ જજની કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. મક્કા મસ્જિદમાં ૧૮મી મેે ર૦૦૭ના રોજ બોંબ બ્લાસ્ટ થયો હતો. આ કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ હતી જેમણે આ પહેલાં કબૂલાત નામાવાળા નિવેદન નોંધ્યા હતા. સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ મુજબ પુરોહિત, સ્વામી અસીમાનંદ સાથે મળ્યો હતો અને માર્યા ગયેલ સુનીલ જોષીનું નામ જણાવ્યું હતું. એ મીટિંગમાં સ્વામી અસીમાનંદે પુરોહિતને કહ્યું હતું કે સુનીલ જોષી એમનો માણસ છે. પૂછપરછ દરમિયાન પુરોહિતે જણાવ્યું હતું કે એમણે સેનાના ગુપ્તચર વિભાગમાં ફરજ નિભાવી હતી એ દરમિયાન એ ઘણી બધી વ્યક્તિઓ સાથે મળ્યો હતો. એમણે કહ્યું કે એ મક્કા મસ્જિદ બોંબ બ્લાસ્ટના આરોપી સ્વામી અસીમાનંદ સાથે મળ્યો ન હતો. એમણે એ પણ કહ્યું કે એ તપાસ એજન્સી સમક્ષ કોઈ નિવેદન નોંધાયું ન હતું. એમણે કોર્ટને જણાવ્યું કે પોલીસે મારી ધરપકડ સેનાની તપાસ વિના જ કરી હતી. જેના લીધે એમને ૯ વર્ષ સુધી જેલમાં વિતાવવા પડ્યા હતા. પુરોહિતે સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ જણાવ્યું હતું કે એમની ધરપકડ તપાસ વિના કરાઈ હતી જે ખોટી હતી. નોંધનીય છે કે પુરોહિતને ઓગસ્ટ ર૦૧૭માં જામીન અપાયા હતા. એ પણ નોંધવું જોઈએ કે એનઆઈએએ દેવેન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા, સ્વામી અસીમાનંદ, ભરત મોહનલાલ રતેશ્વર અને રજિન્દર ચૌધરીની ધરપકડ કરી હતી અને એમની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ રામ સૂન્દરકલ કાંગરા અને સંદીપ ઢીંગરા હજુ પણ ભાગેડું છે.
મક્કા મસ્જિદ બોંબ બ્લાસ્ટ કેસ : લેફ્ટ કર્નલ પુરોહિત પોતાના કબૂલાતનામાથી ફરી ગયો

Recent Comments