(એજન્સી) લંડન, તા.ર૪
એક નવા સંશોધનમાં શોધી કઢાયું છે કે, રાસાયણિક પદાર્થોના વધતા જતા ઉત્પાદનના પગલે તેની બાળકોના મગજ ઉપર મોટાપાયે આડઅસર છવાતા બાળકોની માનસિક સ્થિતિ અસ્વસ્થ બની રહી છે. જે બાળકોના આરોગ્ય અને વિકાસ સામે ગંભીર ખતરારૂપ છે. મેડિકલ સમીક્ષાએ ઉમેર્યું છે કે રોજ વપરાતા કોસ્મેટીક્સ, ફર્નિચર, પ્લાસ્ટિકના રાસાયણોની વાસ બાળકોના મગજને અસ્થિર બનાવી રહી છે. તેના કારણે બાળકોના મગજના વિકાસ પર ગંભીર અસર છવાઈ છે. એન્ડોક્રાઈનમાં પ્રગટ થયેલ એક અહેવાલ મુજબ ઘણા બીજા કેમિકલ્સ થાઈરોઈડ હોર્લોન્સ માટે જવાબદાર છે જે ગર્ભવતી મહિલાઓના ઉદરમાં બાળકના મગજના વિકાસને પણ અસર કરે છે. દાવાઓ અને પેસ્ટીસાડટસમાં વપરાતા કેમિકલ્સ પણ થાઈરોડ હોમોન્સ માટે જવાબદાર છે. આ અંગે કહેતા પ્રોફેસર બરબારાએ કહ્યું કે તેમણે ગર્ભવતી મહિલાઓ અને બાળકોના મિશ્ચિત થાઈરોડ અંગે દસ્તાવેજી અભ્યાસ કરતાં અસ્વસ્થ કરતા હોવાનું માલુમ પડયું છે. જેથી ગર્ભવતી મહિલાઓએ આવા કેમિકલસોથી દૂર રહેવા સલાહ આપી છે.
મગજમાં રોજેરોજ ભળતાં રાસાણિક પદાર્થો બાળકોના મગજને અસ્થિર બનાવે છે : એક અભ્યાસ

Recent Comments