પાલનપુર, તા.૧પ
દિવાળી બાદ આજથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી હતી આ વખતે ૨૦ કિલો મગફળીના ૧૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જો કે, આજે જિલ્લા મથક પાલનપુરમાં આવેલા નવા ગંજ બજાર ખાતે મગફળી ટેકા ભાવ શરૂઆતના પ્રથમ દિવસે તંત્ર દ્વારા મગફળી ખરીદી માટે કોઈ જ વ્યવસ્થાના કરતા ખેડૂતો રોષે ભરાયા હતા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતાનો રોષ ચરમસીમા પર પહોંચે તે પહેલાં માર્કેયાયાર્ડેના સંચાલક દ્વારા મગફળી ખરીદી માટે વ્યવસ્થા ઊભી કરતા આ મામલો શાંત પડ્યો હતો ઓનલાઈન મગફળી ટેકા ભાવે ખરીદવામાં ૯૦૦થી વધુ ખેડૂતોની નોંધણી પણ થઈ છે.પનજીભાઈ નામના ખેડૂતએ જણાવ્યું હતું સવારથી ટ્રેકટરમાં મગફળી ભરીને માર્કેટ આવ્યા છતાં કલાકો સુધી કોઈજ કાર્યવાહી થઈ નથી તેમજ મગફળી ખરીદીને લઈને કોઈજ વ્યવસ્થા કરી નથી.