(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૧૭
ગુજરાત વિધાનસભાના હાલમાં ચાલી રહેલા સત્ર દરમિયાન મોરબીના બ્રિજેશ મેરજા ધારાસભ્ય મોરબીના પ્રાણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય મેરજાએ વિધાનસભામાં મોરબીની મચ્છુ નદીમાં પર એક કોઝવે બનાવવા માટેપોઇન્ટ ઓફ ઓર્ડર આપવાની માંગ કરી હતી.
મોરબીમાં વધતી જતી ટ્રાફિકની ગીચતાને ધ્યાને લઈને મોરબીની મધ્યે પસાર થતી મચ્છુ નદી પર હાલ મયુર પુલ નીચે અને જોધપર મચ્છુ ડેમ પાસે એમ બે કોઝવે આવેલા છે. તે ધોરણે ત્રીજા કોઝવે મોરબીના જુના પાંજરાપોળ પાછળ મચ્છુ નદીમાં જે પાઝ આવેલી છે. તેમાં સમયાંતરે બેઠોપુલ (કોઝવે) કરીને સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશને નીકળે તેવું આયોજન કરવા માર્ગ અને મકાન વિભાગને અગાઉ રજુઆત કર્યા બાદ તેમણે આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવતા શહેરી વિકાસ વિભાગે આ બાબત તબદીલ કરાયની વિગતો જણાવો હતી.
આથી, તેમણે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને અગાઉના કોઝવે જે માર્ગ અને મકાન વિભાગે કર્યો તે મુજબ આ કોઝવે માર્ગ અને મકાન વિભાગે કરવો જોઈએ તેવી માંગ કરી હતી. તેમજ તેમણે સિનિયર સિટીઝન વિધેયકની ચર્ચામાં ભાગ લઈને મોરબીના નરસંગ ટેકરી પાસે આવેલા વૃદ્ધોના વિસામાં લીલાલેરનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. જિલ્લામાં મનરેગા યોજના હેઠળ છેલ્લા બે વર્ષની કામગીરી અંગેના એમના પ્રશ્નના જવાબમાં ૩,૯૯,૨૯૪ માનવદિન રોજગારી ઉભી થયાનું જણાવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાને ગ્રાન્ટ ફાળવવામાં વિલંબ ન થાય એવી તાકીદ કરી હતી.