(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૧૨
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક બાંધકામની સાઇડ ઉપર મજુકી કામ કરતા મજુરની બે વર્ષની માસુમ પુત્રી ગતરોજ બપોરના સમયેરમી રહી હતી ત્યારે અચાનક જ માસુમ બાળકી ગુમ થઇ જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જોકે બાળકીની કોઇ ભાળ ન મળતા પરિવારજનો અમરોલી પોલીસ મથકે આ કેસને ગંભીરતાથી લઇ સધન તપાસ શરૂ કરી દીધી છે. જોકે આ ઘટનાને ર૦ કલાકથી વધુ સમય વીતી ગયા બાદ પણ બાળકીની કોઇ ભાળ ન મળતાં ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો કામે લાગી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલીના મોટા વરાછા વિસ્તારમાં ન્યુ વેદાંત સિટીની બાંધકામની સાઇડ ચાલુ છે. જેથી આ સાઇડ પર કામ કરતા મજુરો ન્યુ વેદાંત સિટીની પાછળ જ ઝુંપડામાં રહે છે. ગતરોજ બપોરે ત્રણથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં લખન શિવચરણભાઇ ભાટી કામ કરતા હતા ત્યારે તેની માત્ર બે વર્ષની માસુમ દિકરી ભૂમિકા ત્યાં નજીકમાં જ રમી રહી હતી. જોકે ત્રણ થી સાડા ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન અચાનક જ ભૂમિકા ગાયબ થઇ જતા લખનભાઈ તથા સાથી કામદારોએ તેની શોધખોળ શરુ કરી હતી. જોકે એક કલાકની ભારે જહેમત બાદ પણ બાળકીની ભાળ ન મળતા લખનભાઇએ અમરોલી પોલીસ મથકમાં જાણ કરી હતી. જેથી અમરોલી પોલીસે બનાવને ગંભીર ગણી તાત્કાલીક શોધખોળ શરુ કરી હતી. મોડી રાત સુધી બાળકીની કોઇ ભાળ ન મળતાં આખરે પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. જોકે હજુ સુધી કોઇ માસુમ બાળકીની કોઇ ભાળ મળવા પામી ન હોવાનું જાણવા મળે છે.

મોટા વરાછા પોલીસ ચોકીના PSI તથા સર્વેલન્સ ટીમો શોધખોળમાં લાગી

બે વર્ષની માસુમ બાળકીનું અપહરણ થવાની ઘટનાને પગલે ગતરોજ મોડીરાત્ર સુધી અમરોલી પોલીસ સધન ચેકિંગ કર્યા બાદ આજે સવારથી અમરોલી પોલીસ મથકના પીઆઇ ડી. એસ. કોરાટના માર્ગદર્શન હેઠળ મોટા વરાછા પોલીસ ચોકીના પીએસઆઇ એમ. એસ. વરિયા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ સહિતનો કાફલો શોધખોળમાં જોતરાયા છે. આ ઉપરાંત આજે સવારથી શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોતરાઇ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તમામ વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેકિંગ કરી બાળકીના ફોટાના આધારે પણ તપાસ હાથ ધરી છે.