(એજન્સી) તા.ર
૭ માર્ચ ર૦૦૪ના રોજ ગુમ થયેલ મોહમ્મદ યુસુફ સોફીના દીકરા ખાલીદનું કહેવું છે કે હું મારા પિતા સાથે વાત કરવા માંગું છું. હું જ્યારે અન્ય બાળકોને તેમના પિતા સાથે જોઉં છું તો હું પણ ઈચ્છું છું કે મારા પિતા પણ અહીં મારા માટે હોય. હું તેમના વગર અપૂર્ણતા અનુભવી રહ્યો છું. યુસુફનો પરિવાર કે જે મઝહામા ગામમાં રહે છે. તેમણે મગામ પોલીસ સ્ટેશનમાં ૭ માર્ચ ર૦૦૪ના રોજ ફરિયાદ નોંધાવી હતી.
યુસુફના પરિવારે કેટલાક સૈન્ય કેમ્પની પણ મુલાકાત લીધી કે કદાચ સુરક્ષા દળો તેને ઉઠાવી ગયા હોય કારણ કે આવું જ નસીબ બીજા હજારો કાશ્મીરી યુવકોનું છે. જેઓ સુરક્ષાદળોની કેદમાંથી ગાયબ થયા છે. જ્યારે યુસુફ ગુમ થયો ત્યારે તેની ઉંમર ર૯ વર્ષ હતી.
યુસુફના ભાઈ અબ્દુલ સહદે કહ્યું હતું કે એ રાત્રે એ ઘરમાં એકલો હતો. તેની પત્ની ગર્ભવતી હોવાથી બે વર્ષના દીકરા સાથે તેની માતાના ઘરે રહેવા ગઈ હતી. કોઈ નથી જાણતું કે એ રાત્રે તેના રૂમમાં શું થયું. યુસુફના મોટાભાઈ નબી સોફીએ કહ્યું હતું કેે જો એ જીવતો હોય તો અમે તેને મળવા માંગીએ છીએ અને જો એ મૃત્યુ પામ્યો હોય તો અમારે અંતિમક્રિયા માટે તેનો મૃતદેહ જોઈએ.
ધ એસોસિએશન ઓફ પેરેન્ટસ ઓફ ડિસઅપીઅર્ડ પર્સન’ એ કહ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકામાં કાશ્મીરમાંથી ૮૦૦૦થી પણ વધારે વ્યક્તિઓ ગુમ થયા છે. ર૦૦૮માં યુરોપિયન યુનિયને કાશ્મીરમાં આવેલી ઓળખાણ વગરની કબરો માટે એક ઠરાવ પસાર કર્યો હતો. ર૦૧૧માં રાજ્ય માનવાધિકાર પંચે જમ્મુ કાશ્મીરની ઓળખાણ વગરની અને સામૂહિક કબરોનું ફોરેન્સિક પરિક્ષણ કરાવવાની ભલામણ કરી હતી.