(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૭
કોન્ટ્રાક્ટર પાસે બિલ પાસ કરાવવા રૂપિયાની માંગ કરવા બદલ અમદાવાદના મણિનગરની એલ.જી.હોસ્પિટલના સુપ્રિ. ડૉ.રાજેશ શાહને મ્યુનિ. કમિ. મુકેશકુમારે સસ્પેન્ડ કર્યા છે. એલ.જી.હોસ્પિટલના સુપ્રિ. ડૉ.રાજેશ સી.શાહે કોન્ટ્રાક્ટર પાસે બિલ પાસ કરાવવા રૂપિયા ૪૦ હજારની લાંચ માંગી હોવાનો આક્ષેપ હતો. સુપ્રિ. આર.સી.શાહ લાંચ માંગી રહ્યા હોય તેવો વીડિયો રેકોર્ડીંગ પણ કરવામાં આવ્યું હતું. જે અંગે વિજીલન્સ તપાસ સોંપવામાં આવી હતી અને વીડિયોની ખરાઈ કરવા એફએસએલને મોકલી અપાયો હતો. એફએસએલનો રિપોર્ટ આવી જતાં મ્યુનિ. કમિશનર મુકેશકુમારે ડૉ.રાજેશ શાહને સસ્પેન્ડ કરતાં સમગ્ર મ્યુનિ. વર્તુળમાં ચકચાર મચી ગઈ છે.