અમરેલી, તા.૩
અમરેલી જિલ્લાના લીલિયા મામલતદાર કચેરી ખાતે હાલ દિવાળીના તહેવારોને અનુલક્ષીને સ્ટાફ મિત્રો દ્વારા મતદાર નોંધણી અંગેનો સંદેશો પ્રસારિત કરતી આકર્ષિત રંગોળી દોરી મુલાકાતીઓમાં જાગૃતિ કેળવવાનો પ્રયત્ન કર્યો હતો. સાવરકુંડલા પ્રાંત અધિકારી આર.આર. ગોહિલે રંગોળી બનાવવામાં પોતાનું યોગદાન આપનાર કર્મીઓને બિરદાવી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, ચાલુ નવેમ્બર માસની ખાસ ઝુંબેશના દિવસોએ સબંધીત બીએલઓ જે તે વિસ્તારના મતદાન મથક ખાતે તા. ૧૪ના રવિવારે, તા.૨૧ના રવિવારે, તા.૨૭ના શનિવારે અને તા.૨૮ના રવિવારે રોજ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નાગરિક ઓનલાઈન માધ્યમથી ુુુ.હદૃજ.ૈહ અથવા ર્ફીંિ ૐીઙ્મઙ્મૈહી છઙ્મૈષ્ઠટ્ઠર્ૈંહ (છહઙ્ઘર્િૈઙ્ઘર્-ૈજ) પણ ફોર્મ નં.૬ ભરી શકે છે. આ ખાસ ઝુંબેશના દિવસોમાં વધુમાં વધુ યુવાઓ, મહિલાઓ અને દિવ્યાંગજનો ભાગ લે તેવી વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવે છે.