(એજન્સી) નવી દિલ્હી,તા.ર૪
ગુપ્તચર બ્યુરો, ગૃહ મંત્રાલયે મદદનીશ કેન્દ્રીય ગુપ્તચર અધિકારી પદની ૨૦૦૦ ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. સત્તાવાર સૂચના મુજબ, જે વ્યક્તિઓ સ્નાતક છે અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવે છે, તેઓ ભરતી માટે અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત ઉપરાંત, ઉમેદવારોએ વયની યોગ્યતાને સંતોષવી આવશ્યક છે. તેઓ ૧૮-૨૭ વર્ષની વય જૂથમાં હોવા જોઈએ. જો કે, અનામત કેટેગરીના ઉમેદવારો માટે વયમર્યાદામાં અમુક વર્ષોની છૂટછાટ આપવામાં આવે છે.
પરીક્ષા કેન્દ્ર : ઉમેદવારો પાસે પરીક્ષા કેન્દ્ર માટે ત્રણ પસંદગીઓ કરવાનો વિકલ્પ છે જે દેશના વિવિધ મોટા શહેરોમાં યોજાનાર છે. લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં પ્રદર્શનના આધારે તેમની પસંદગી કરવામાં આવશે. તે નોંધવું આવશ્યક છે કે પસંદ કરેલા ઉમેદવારો દેશમાં ક્યાંય પણ સેવા આપવા માટે તૈયાર હોવા જોઈએ. તેઓને લેવલ ૭નું પગારધોરણ મળશે. એટલે કે રૂ.૪૪૯૦૦ – ૧૪૨૪૦૦.
અરજી કેવી રીતે કરવી
વધુ વિગતો માટે, ઉમેદવારો સત્તાવાર સૂચના વાંચી શકે છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો સ્ૐછની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકે છે.
– સમીર (સૌ. : સિયાસત.કોમ)