ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસા સંચાલિત એચ.આઈ. ટાઢા મદની હાયર સેકન્ડરી સ્કૂલ, એમ.આર.ટી.સી. મદની હાઈસ્કૂલ, એસ.એસ.બી. મદની પ્રાયમરી સ્કૂલ, બી.એસ.વી. મદની પ્રિ. પ્રાયમરી સ્કૂલ, એમ.બી. ટાઢા મદની સ્માર્ટ સ્કૂલ તથા મદની ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, મોડાસાના સંયુક્ત ધ્વજવંદન કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
મદની હાઈસ્કૂલના કલાર્ક ઘોરી મોહંમદઈકબાલ ગુલામરસુલના હસ્તે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. તેઓએ પોતાના વક્તવ્યમાં ધર્મ નિરપેક્ષતા, સાર્વભૌમત્વ અને અંખડિતતાની વાત કરી હતી.
આ કાર્યક્રમમાં ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ, મોડાસાના પ્રમુખ મોહંમદયુસુફ આઈ.ટાઢા (બાબુભાઈ ટાઢા), સંસ્થાના સેક્રેટરી મોહંમદસલીમ એન.ખોખર સંસ્થાના ઉપ પ્રમુખ ગુલામ મોહ્યુદ્દીન જી. ખાનજી (જીવાભાઈ ખાનજી), સ્માર્ટ સ્કૂલના ચેરમેન મુસ્તુફાભાઈ કાંકરોલિયા, પૂર્વ પ્રમુખ સબ્બીરભાઈ ખાનજી, સંસ્થાના હોદ્દેદારો, આચાર્ય સુલતાન આઈ. મલિક, ઈલિાસભાઈ સુથાર, જિન્નતબેન ટાઢા, શિક્ષકગણ, વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મ.શિ. એમ.એ. દાદુ, એમ.એસ. શેખ તથા સ્ટાફમિત્રોએ કર્યું હતું.