દેવગઢબારિયા,તા.ર૮
રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે નિયુકત થયેલા આનંદીબહેન પટેલે દેવગઢબારિયા તાલુકાના પીપલોદ પંચેલા ખાતે ટૂંક રોકાણ કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજપના ભૂતપૂર્વ મહિલા મુખ્યમંત્રી અને હાલમાં મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે નિયુકત થયેલા આનંદીબહેન પટેલ આજરોજ સવારના ૧૧ કલાકે વાહન માર્ગે પીપલોદ પંચેલા આવી પહોંચ્યા હતા. જયાં કેન્દ્રીયમંત્રી જશવંતસિંહ ભાભોર, રાજય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા ભાજપાના તમામ હોદ્દેદારો તથા ભાજપાના કાર્યકરોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
પીપલોદ પંચેલા હાઈવે સ્થિત આવેલ ઘનશ્યામ હોટલ ખાતેના ટૂંક રોકાણમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનાઓએ ઉપસ્થિત મંત્રીઓ, ધારાસભ્યો તથા ભાજપાના હોદ્દેદારોને તથા કાર્યકરોને ખબર અંતર પૂછી ભાજપા પક્ષને વધુ મજબૂત બનાવવાની અપીલ કરી હતી અને છેલ્લે પીપલોદ પંચેલાથી વાહન માર્ગે થઈ મધ્યપ્રદેશના પિટોલ ખાતેના કાર્યક્રમમાં જવા માટે રવાના થયા હતા.
મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલનું પીપલોદના પંચેલા ખાતે ઉમળકાભર્યું સ્વાગત

Recent Comments