(એજન્સી) તા.૧૧
મધ્યપ્રદેશના રેવા અલ્ટ્રા મેગા સોલર પ્રોજેક્ટને એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ ગણાવવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્યપ્રદેશના રેવામાં ૭પ૦ મેગાવોટના સોલર પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું. વડાપ્રધાન કાર્યાલયે નરેન્દ્ર મોદીને ટાંકીને કહ્યું હતું કે, રેવા નર્મદા અને સફેદ વાઘ માટે જાણીતું છે પરંતુ હવે તેમાં એશિયાનો સૌથી મોટો સોલર પાવર પ્રોજેક્ટ પણ સામેલ થઈ ગયો. વડાપ્રધાન કાર્યાલયના આ ટિ્‌વટને ટેગ કરી ટિ્‌વટમાં કહ્યું હતું, “અસત્યાગ્રહી” કોંગ્રેસના કર્ણાટક એકમના પ્રમુખ ડી.કે. શિવકુમારે શુક્રવારે કહ્યું હતું કે, “કેન્દ્ર સરકાર આ દાવો કેવી રીતે કરી શકે છે કે ૭પ૦ મેગાવોટની ક્ષમતા ધરાવતો રેવા સોલર પાર્ક એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક છે. જ્યારે બે વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલો કર્ણાટકનો પાવાગડા પાર્ક ર૦૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવે છે. કેન્દ્રીય ઊર્જા મંત્રાલયે આ અંગે જવાબ આપવો જોઈએ.”

વડાપ્રધાન મોદી સતત જૂઠ બોલી ચીન વિશે દેશને
અંધારામાં રાખી રહ્યા છે : રાહુલ ગાંધીનો નવો પ્રહાર

(એજન્સી) તા.૧૧
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીન સાથેના સરહદી વિવાદ પર ફરી એકવાર સરકારને ઘેરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન મોદી સતત જૂઠ બોલી દેશને અંધારામાં રાખી રહ્યા છે. કોંગ્રેસ સાંસદોની બેઠકમાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમની પાર્ટી એવી કોઈ બાબતને સમર્થન નહીં આપે જે રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદોને કમજોર બનાવતી હોય. રાહુલ ગાંધીએ કોવિડ-૧૯ કટોકટી મુદ્દે પર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ જીવલેણ વાયરસને નિયંત્રણમાં લેવાની જરૂર હતી ત્યારે કેન્દ્ર સરકાર પાછળ ખસી ગઈ. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન સતત ચીન વિશે જૂઠ બોલી રહ્યા છે તે કહે છે કે આ રાજકીય મુદ્દો નથી. પરંતુ કોંગ્રેસ એવી પાર્ટી ન બની શકે જે ભારતને કમજોર પાડતી બાબતોને ચલાવી લે. અમે અમારા વલણમાં મક્કમ છીએ. અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદો કમજોર ન પડે. આ પહેલા પણ રાહુલ ગાંધી ચીન સાથેની તંગદિલી મુદ્દે સરકારની નીતિઓની ટીકા કરી ચૂકયા છે. કોંગ્રેસ પાર્ટી પણ વારંવાર ચીનની ઘૂસણખોરી અંગે ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કોરોના વાયરસ મહામારીનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવેલા પીએમ કેર્સ ફંડનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો જેને CAG(કેગ)ના ઓડિટમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ આ પણ દાવો કર્યો હતો કે ચીની કંપનીઓએ આ ફંડમાં દાન આપ્યું છે.