(એજન્સી) તા.ર૩
મધ્યપ્રદેશ પોલીસે આતંકવાદીઓને પૈસા પહોંચાડવાના આરોપમાં ત્રણ લોકોની ગુરૂવારે સતનાથી ધરપકડ કરી છે. જયારે અન્ય બેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ આરોપી પાકિસ્તાનના વિવિધ ફોન નંબરો પર સંપર્ક કરી મોટા પ્રમાણમાં પૈસા આતંકવાદીઓ સુધી પહોંચાડતા હતા. પકડાયેલા આરોપીઓની વિરૂદ્ધ એટીએસ દ્વારા ભારતીય દંડ સહિતાની કલમ ૧ર૩ હેઠળ કેસ દાખલ કરી આગળની તપાસ કરવામાં આવી રહી છે.
સમાચાર મુજબ જિલ્લા પોલીસ સુપ્રીટેન્ડન્ટ રિયાઝ ઈકબાલે આ સંબંધમાં જણાવ્યું કે, આ મામલામાં પોલીસે સુનિલસિંહ, બલરામસિંહ તેમજ શુભમ મિશ્રાની ધરપકડ કરી છે જયારે એ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ધરપકડ કરવામાં આવેલા અને કસ્ટડીમાં લેવામાં આવેલા પાંચેય આરોપીઓને આ મામલામાં આગળની પૂછપરછ માટે આતંકવાદ વિરોધી ટીમ (એટીએસ)ને સોંપવામાં આવ્યા છે. એસપીએ કસ્ટડીમાં લીધેલા બે લોકોના નામ જાહેર કર્યા નથી. પોલીસ સુપ્રીટેન્ડન્ટે જણાવ્યું કે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન મળ્યા છે. તેમાંથી સોશિયલ નેટવર્ક સાઈટ અને અન્ય રીતે બહારના નંબરો પર વાત થઈ છે. તેમજ વીડિયો કલીપ પણ મળ્યા છે અને તે ઉપરાંત વિવિધ બેન્ક ખાતાનો ઉપયોગ કરી અનેક લેણ-દેણ કરવામાં આવ્યા છે. એસપીએ જણાવ્યું કે આ લોકોના ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારના અનેક જિલ્લાઓના લોકો સાથે તાર જોડાયેલા છે અને આ કેસમાં આગળની તપાસ એટીએસ કરશે.
એટીએસ દ્વારા કરવામાં આવી રહેલા આ પ્રકરણના વિશ્લેષણમાં આ વાત સામે આવી છે કે આ પાકિસ્તાનના નંબરોમાં તે નંબર પણ છે જે પૂર્વમાં ફેબ્રુઆરી ર૦૧૭માં પંજીકૃત અપરાધની વિવેચનામાં સામે આવ્યા હતા. આ નંબરોથી મળેલા નિર્દેશો પર યુદ્ધની સ્થિતિમાં સામરિક દૃષ્ટિથી નુકસાન પહોંચાડવા અને તેમાં મદદ કરવાની માહિતી એકઠી કરવામાં આવી રહી હતી. માહિતી આપનારાઓને બલરામ અને અન્ય આરોપીઓ દ્વારા પૈસા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા હતા.
વિજ્ઞપ્તીમાં જણાવવામાં આવ્યું છે, કોઈ કારણ નથી કે આ ના માનવામાં આવે કે પૂર્વની જેમ જ તે પાકિસ્તાની એજન્ટ આ રકમને ઉપયોગ પણ યુદ્ધની સ્થિતિમાં સામરિક દૃષ્ટિથી નુકસાન પહોંચાડવા તેમજ તેના દ્વારા સમગ્ર માહિતી એકઠી કરવામાં ભારતની વિરૂદ્ધ કરી રહ્યા નહતા. ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૧૭માં મધ્યપ્રદેશ એટીએસ દ્વારા એક પ્રકરણ દાખલ કરી બલરામ, ધ્રૂવ સકસેના સહિત ૧પ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ ટોળકી પાકિસ્તાનના હેન્ડલરોના નિર્દેશો પર નકલી બેન્ક ખાતા ખોલાવીને તેમાં પૈસા મેળવી રહ્યા હતા અને તેને ઠેકાણે લગાવી રહ્યા હતા. આ કામમાં ગેરકાયદેસર ટેલિફોન એકસચેન્જ પણ સ્થાપિત કરવામાં આવ્યા હતા. સાથે જ પાકિસ્તાન હેન્ડલરોને ઈન્ટરનેટ કોલિંગ દ્વારા વાતચીત કરી હતી. પાકિસ્તાનના હેન્ડલરો દ્વારા ૧૦૦થી વધુ કોન્ટેકટ નંબરોથી સંપર્ક કરવામાં આવી રહ્યો હતો.
મધ્યપ્રદેશમાં આતંકવાદીઓને પૈસા પહોંચાડવાના આરોપમાં બલરામ, સુનિલસિંહ સહિત ત્રણ લોકોની ધરપકડ : બે કસ્ટડીમાં

Recent Comments