(એજન્સી) ભોપાલ, તા.૧
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં પેટાચૂંટણીઓમાં કોંગ્રેસની જીતને ભાજપના અહંકાર અને ગેરવહીવટ હાર ગણાવી હતી. ચૂંટણીના પરિણામો રાજ્યમાં બદલાવના સંકેતો દર્શાવે છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું કે કોંગ્રેસ મધ્યપ્રદેશમાં જીતેલી પેટાચૂંટણી વિધાનસભાની ચૂંટણી પહેલાં સેમીફાઈનલ હતી. કોંગ્રેસે મુંગોલી અને કોલારસની બંને બેઠકો જીતી લીધી. આ બેઠકો મેળવવા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આક્રમક પ્રચાર કર્યો છતાં સત્તાધારી પક્ષ જીતી ન શક્યો. જ્યારે ઓડિસામાં બીજેપુર વિધાનસભાની બેઠક સત્તાધારી બીજી જનતા દળે જીતી હતી. જે બેઠક કોંગ્રેસ પાસે હતી.
મધ્યપ્રદેશમાં પેટા ચૂંટણીમાં જીત બાદ રાહુલ ગાંધી બોલ્યા : ગેરવહીવટ અને અહંકારનો પરાજય

Recent Comments