(એજન્સી) તા.૨૮
પ્રવાસી મજૂરોની ગૃહ રાજ્યોએ પરત આવવા માટેની તસવીરો હાલમાં ખૂબ જ વાયરલ થતી સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે. જેમાં તેઓની દયનીય સ્થિતિ જોઇ શકાય છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં મજૂર ટ્રાન્સપોર્ટનું કોઇ સાધન ન મળવાને કારણે સેંકડો કિલોમીટર ચાલતા પણ શ્રમિકો જોવાં મળ્યાં. ત્યારે એવામાં મધ્ય પ્રદેશનાં દારૂનાં એક મોટા વેપારીએ ચાર લોકોને ભોપાલથી દિલ્હી લાવવા માટે બુધવારનાં રોજ ૧૮૦ સીટર વિમાન (એરબસ છ૩૨૦) હાયર કર્યાં છે. ચાર યાત્રીઓમાં દારૂનાં વેપારીની પુત્રી, તેનાં બે બાળક અને બાળકોની નાની પણ શામેલ હતાં.
દારૂનાં વેપારી જગદીશ અરોડા મધ્ય પ્રદેશમાં સોમ ડિસ્ટિલરીઝનાં માલિક છે. જ્યારે તેઓ સાથે ફોન પર સંપર્ક કરવામાં આવ્યો તો તેઓએ પહેલા આવાં કોઇ એરબસને હાયર કરવાની ના કહી દીધી હતી. પછી લાઇન કાપતા પહેલાં તેઓએ કહ્યું, “આપ ખાનગી વાતોમાં કેમ દખલગીરી કરી રહ્યાં છો?” વિમાનને દિલ્હીથી હાયર કરવામાં આવ્યાં હતાં. વિમાને સવારનાં ૯ઃ૩૦ વાગ્યે દિલ્હીથી ઉડાણ ભરી અને અંદાજે ૧૦ઃ૩૦ વાગ્યે ભોપાલ પહોંચ્યું. પછી ભોપાલથી ચાર યાત્રીઓની સાથે અંદાજે ૧૧ઃ૩૦ વાગ્યે વિમાને દિલ્હી માટે પરત આવવા ઉડાણ ભરી.
ઉડ્ડયન વિભાગનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, છ અને આઠ સીટર ચાર્ટર્ડ વિમાન જેવાં અનેક અન્ય વિકલ્પ ઉપલબ્ધ હતાં પરંતુ દારૂનાં વેપારીએ એરબસને જ પસંદ કરી. સૂત્રએ કહ્યું, “જેની પાસે પૈસા છે, તેઓ અન્ય યાત્રીઓની સાથે યાત્રા નહીં કરવા ઇચ્છતા કેમ કે જોખમ શામેલ છે. પરંતુ છ અથવા તો આઠ સીટર ચાર્ટર્ડ વિમાનથી ઉદ્દેશ પૂર્ણ થઇ શકતો હતો.” છ૩૨૦ એરબસને ભાડાં પર લેવું એ એવિએશન ટરબાઇન ઇંધણનાં ખર્ચ પર નિર્ભર કરે છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, આ ખર્ચ ૫થી ૬ લાખ રૂપિયા પ્રતિ કલાકની વચ્ચે આવી શકે છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે તાજેતરનાં મહીનાઓમાં ટરબાઇન ઇંધણનાં ભાવોમાં પણ ઉણપ આવી છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં એક ઇનસાઇડરનાં અનુસાર, દારૂનાં વેપારી તરફથી ભોપાલથી ચાર લોકોને દિલ્હી લાવવા માટે ૨૫થી ૩૦ લાખ રૂપિયાની વચ્ચે ખર્ચ કર્યા હોવાની સંભાવના છે.