લોકોએ જૂતાના હાર પહેરાવ્યા • લોકો માટે બુરે દિન આવ્યા
(એજન્સી) ભોપાલ, તા.ર૭
મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ભાજપના નેતાઓ દ્વારા મોદી અને શિવરાજસિંહ ચૌહાણની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય વ્યાપી પ્રવાસ દરમિયાન નેતાઓને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. લોકોએ નેતાઓને જૂતાના હાર પહેરાવી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપના નેતાઓ અને મંત્રીઓ રાજ્યના પ્રવાસે છે તે દરમિયાન તેમને લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ બુરે દિન લાવી, ગુસ્સાઈત ટોળાએ મંત્રી સુરેન્દ્ર પટવા, સત્યપ્રકાશ મીના સાંસદ ફંગનસિંગ વાજપેયીના ભત્રીજા અનુપ મિશ્રા, ધારાસભ્યો શૈલેન્દ્રસિંગ, રામેશ્વર શર્મા વિગેરેને જળઆક્રોશનો સામનો કરવો પડ્યો હતો. ભોપાલના કોલારમાં લોકોએ નેતાઓ માટે જૂતાનો હાર તૈયાર રાખ્યો હતો. લોકોન ફરિયાદ હતી કે ભાજપે તેના વચનો પૂરા કર્યા નહીં તેથી ભાજપે લોકોનો વિશ્વાસ ગુમાવ્યો. કોંગ્રેસના પ્રવકતાએ કહ્યું કે આ બનાવો બતાવે છે કે, ભાજપે લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે. ભાજપ ઘણા મુદ્દાઓની ચર્ચાથી ડરે છે જેથી વિધાનસભાનું સત્ર ટૂંકાવી દેવા માંગે છે. જેથી અવિશ્વાસની દરખાસ્ત આપે નહીં.