મહેમદાવાદ, તા.૧૨
મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તથા સર્વોદય કો.ઓ.ક્રેડિટ સોસાયટી મહેમદાવાદ દ્વારા ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત શિક્ષક અને સૌથી નાના કોરોના યોદ્ધાનું સન્માન કરવાનો એક કાર્યક્રમ પ્રમુખ કરીમભાઈ મલેકના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.
માતર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ચૂંટાયેલા ઐયુબખાન પઠાણ મહેમદાવાદ નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રમુખ શિલાબેન વ્યાસ, ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન વાઘેલા, મહુધા નગરપાલિકામાં પ્રમુખ તરીકે ચૂંટાયેલા મીનાઝબાનું મલેક, ઉપપ્રમુખ સાજીદખાન પઠાણ, જીંજર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન તરીકે નિમાયેલા આમીરમિયાં મલેક તથા ગોધરામાં શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા ફિરોજખાન પઠાણને ત્રણ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવી સમાજનું ગૌરવ વધારવા બદલ તેમજ તેમના પુત્ર કિહાનખાન પઠાણ ઉમર ૮ વર્ષની સૌથી નાના કોરોના યોદ્ધા તરીકે દેશ અને વિદેશની સંસ્થાઓમાં સન્માન તેમજ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા બદલ ફૂલહાર અને શાલ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રફીકભાઈ તિજોરીવાલા, અબ્દુલભાઈ રેડીમેઈડવાળા, ફરીદભાઈ મુખી, સિરાજભાઈ કુરેશી, રફીકભાઈ મનસુરી, શહીદભાઈ સૈયદ, અસગર શેખ, તોરેખાન પઠાણ, યુસુફભાઈ મલેક, ઈમત્યાઝ મનસુરી ઉપસ્થિત રહ્યાં હતા.