(એજન્સી) તા.૯
તુર્કીની ડિઝાસ્ટર ઓથોરિટીએ સોમવારે જણાવ્યું હતું કે મધ્ય કોન્યા પ્રાંતમાં પ.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (એએફએઓ)એ જણાવ્યું હતું કે રાત્રે ૮ઃ૪૩ વાગે આવેલા આ ભૂકંપના કારણે કોન્યા પ્રાંતના મેરામ જિલ્લામાં ધ્રુજારી અનુભવાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની સપાટીથી ૭.૮ર કિમી ઊંડાઈ પર હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ ભૂકંપના કારણે જાનહાનિ થઈ હોવાના કોઈ અહેવાલો મળ્યા નથી.
Recent Comments