(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ૬ ઠ્ઠી હરોળ વિવાદે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે મને તેનો કોઈ રંજ નથી. રાહુલ ગાંધી પહેલી હરોળમાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓને સાથે બેસવાને બદલે છેક છઠ્ઠી હરોળમાં લોકો સાથે બેઠેલા દ્રશ્યમાન થયાં હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે મને આ વાતનો કોઈ રંજ નથી પરંતુ મારે માટે પ્રજાસત્તાક દિવસની ઉજવણી મહત્વની છે. ગાંધીએ કહ્યું કે મને જ્યાં પણ બેસાડવમાં આવ્યો હોય મને તેનો કોઈ વાંધો નથી. આ વાતના વિરોધ પ્રતિક રૂપે પોતે ટીકિટ લઈને બેસવું જોઈએ તેવા સૂચનોને હલકી પ્રસિદ્ધ ગણાવીને રાહુલ ગાંધીએ નકારી કાઢ્યાં હતા. આ પહેલા મીડિયા રિપોર્ટમાં એવું જણાવામાં આવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાહુલ ગાંધીને ચૌથી હરોળ ફાળવવામાં આવ્યાં બાદ કોંગ્રેસ નારાજ થઈ છે. કોંગ્રેસે સરકારના આ પગલાંને હલકું’ પગલું ગણાવ્યું. રાહુલ ગાંધીની ગણતંત્રની પરેડમાં પહેલી હરોળમાં બેસવા જગ્યા ન આપવામાં આવી. તેનાથી પાર્ટી નારાજ બની છે. રાહુલ ગાંધીને ચોથી બેઠકમાં સ્થાન આપવામાં આવ્યું છે તેવા મીડિયા રિપોર્ટને તદ્દન વિપરીત રીતે કોંગ્રેસ અધ્યક્ષને છેક ૬ ઠ્ઠી હરોળ ફાળવવામાં આવી. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાહુલ ગાંધી કોંગ્રેસના સીનિયર નેતાઓ ગુલામ નબી આઝાદ સાથે છઠ્ઠી હરોળમા બેેઠેલા દેખાયા હતા. તેમની બાજુમાં તેમનો સિક્યુરીટી સ્ટાફ બેસ્યો હતો. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને એલકે અડવાણીને પહેલું સ્થાન આપવામાં આવ્યું હતું. આ ઘટનાક્રમ વિશે સોશિયલ મીડિયા પર કોંગ્રેસના ટેકેદારાઓ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આને મોદી સરકારને હલકું રાજકારણ ગણાવ્યું. સુરજેવાલાએ ટ્‌વીટ કરીને કહ્યું કે ઘમંડી શાસકોએ તમામ પરંપરાઓને બાજુ રાખીને જાણી જોઈને કોંગ્રેસ અધ્યક્ષને પહેલા ૪ થી હરોળમાં અને ત્યાર બાદ ૬ ઠ્ઠી હરોળમાં બેસાડ્યાં. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીને પણ પહેલી હરોળમાં સ્થાન આપવાની પરંપરા રહી છે. પરંતુ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી વાર કોંગ્રેસ અધ્યક્ષને પહેલી હરોળમાં સ્થાન આપવામાં નથી આવ્યું.