અમદાવાદ,તા.૯
કોરોનાના આંકડા મામલે મુખ્યમંત્રીએ મને ખબર નથી કહેતા સોશિયલ મીડિયા ટવીટર ઉપર ઈં મને ખબર નથીનો ટ્રેન્ડ ચાલ્યો હતો. જેને લઈને રાજયના મુખ્યમંત્રી ઘેરામાં આવી ગયા હતા ત્યારે હવે મને ખબર નથી સામે ભાજપના આઈટી સેલ દ્વારા ઈં પાકી ખબર છે મને એવો ટ્રેન્ડ સેટ કરવામાં આવ્યો છે. જેમાં પ્રજાના હિતમાં મુખ્યમંત્રી દ્વારા લેવાયેલા નિર્ણયો અને કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે. એટલે હવે ટવીટર ઉપર મને ખબર નથી સામે પાકી ખબર છે મનેનું ડિઝિટલ યુદ્ધ ચાલ્યું છે.
વિગતવાર જોઈએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં વધી રહેલા કોરોના કેસ મામલે સુરત મુલાકાતે ગયા હતા. સુરતની તેમની આ મુલાકાત દરમિયાન તેમણે પત્રકાર પરિષદપણ સંબોધી હતી. આ દરમિયાન એક પત્રકારે કોરોના મહામારીના ભોગ બનનાર દર્દીઓના આંકડા છૂપાવવામાં આવી રહ્યા હોવા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. પત્રકારે મુખ્યમંત્રીને સુરતમાં કોરોનાના આંકડા છૂપાવવા અંગે સવાલ પૂછતા જવાબમાં મુખ્યમંત્રી “મને ખબર નથી” એવો ઉત્તર આપ્યો હતો. મુખ્યમંત્રીના સ્વાભાવિક જવાબ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટર પર ઈંમને ખબર નથી એવો ટ્રેન્ડ ચાલુ થયો હતો. જેમાં જુદી જુદી ટીપ્પણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આપેલા નિવેદન ‘ખબર નથી મને’ મામલે તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. હવે આ ટ્રેન્ડ સામે ઈંપાકી ખબર છે મને એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પ્રદેશ ભાજપના આઇટીસેલ દ્વારા ઈંપાકી ખબર છે મને એવો ટ્રેન્ડ સેટ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પ્રજા હિતમાં લેવામાં આવેલા નિર્ણય અને કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે. સાથે જ આ હેશ ટેગ સાથે સરકારની વિવિધ ઉપલબ્ધીઓને ગણાવવામાં આવી રહી છે. આ સાથે મુખ્યમંત્રી તરફથી સુરતમાં કોરોનાને પ્રસરતો અટકાવવા માટે સરકાર તરફથી શું નિર્ણયો લેવામાં આવ્યા છે તે પણ જણાવવામાં આવ્યું છે.