નવી દિલ્હી,તા.૩૦
ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, નિવૃત્તિનો નિર્ણય એક અંગત વસ્તુ છે, પરંતુ તે સાથે હું એ પણ કહીશ કે મને નથી લાગતું કે ધોની આગામી વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હશે. તમે તમારી ઈચ્છા અનુસાર જયારે મન હોય ત્યારે રમી ન શકો, ભવિષ્ય અંગે વિચારવું જરૂરી છે.ગંભીરે કહ્યું કે, કપ્તાન વિરાટ કોહલી અથવા અન્ય કોઈ સીનિયર ખેલાડીએ સામે આવીને કહેવું જોઈએ કે તે હવે ટીમમાં ફિટ બેસતો નથી અને આપણે અન્ય યુવા ખેલાડીઓ સામે જોવાની જરૂર છે. અંતમાં દેશ પ્રાથમિકતા છે, ધોની નહીં. તેણે વધુ ઉમેરતા કહ્યું કે, ધોની આવનાર વર્લ્ડ કપ રમશે કે નહીં તેના કરતા વધુ મહત્ત્વનું એ છે કે ભારત તે વર્લ્ડ કપ કઈ રીતે જીતશે. ઋષભ પંત અને સંજુ સેમસન જેવા યુવા ખેલાડીઓને તક મળી જોઈએ. મારા અનુસાર ભારતીય ક્રિકેટે હવે ધોનીથી આગળ જોવાની જરૂર છે.દક્ષિણ આફ્રિકા સામેની ટી-૨૦ સીરિઝના એક દિવસ પહેલા ભારતના કપ્તાન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફ્રન્સમાં એમએસ ધોનીના વખાણ કરતા કહ્યું હતું કે, તે હંમેશા ભારતીય ક્રિકેટ વિશે વિચારે છે અને તેના અનુભવને કોઈ રિપ્લેસ કરી શકે તેમ નથી. ધોનીને દક્ષિણ આફ્રિકા સામેની ટી-૨૦ સીરિઝમાં સ્થાન નથી મળ્યું. વર્લ્ડ કપ દરમિયાન ધીમી બેટિંગ કરવા બદલ તેને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
મને નથી લાગતું કે ધોની આગામી વર્લ્ડકપમાં ભારતીય ટીમનો ભાગ હશે : ગંભીર

Recent Comments