(એજન્સી) નવી દિલ્હી, તા.ર
અભિનેતા-ગાયકમાંથી રાજકારણી બનેલા મનોજ તિવારી હવે દિલ્હી ભાજપના પ્રમુખ રહ્યા નથી, આદેશકુમાર ગુપ્તા દિલ્હી ભાજપના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળશે. આદેશકુમાર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર છે. દિલ્હી વિભાનસભાની ગત ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્ત્વમાં આમ આદમી પાર્ટી (આપ)એ ૭૦ બેઠકોમાંથી ૬ર બેઠક પર વિજય મેળવ્યો હતો. મનોજ તિવારીના નેતૃત્ત્વમાં દિલ્હી ભાજપે માત્ર સાત બેઠકો જીતી હતી. તિવારીએ ચૂંટણી પરાજયની જવાબદારી સ્વીકારી હતી. દિલ્હીમાં ચૂંટણી બાદ કોમી હિંસા ફાટી નીકળી હતી. સીએએ વિરોધી લોકો અને તરફેણ કરનારા લોકો વચ્ચે હિંસા અથડામણ થઈ હતી. આ હિંસા અંગે મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ સમયસર હિંસા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહી હતી.