તેણીએ તેના ભંડોળના સ્રોત પરના પ્રશ્નોનો અગાઉથી જ જવાબ આપી દીધો અને કહ્યું ૧૦૦થી વધુ ટાઇટલના લેખક તરીકે તેણીએ જે રોયલ્ટી કમાઈ છે તેને આભારી છે, જેમાંના ઘણા બેસ્ટસેલર છે. તેઓ તેમના અસલ સંગીતમાંથી પણ કમાણી કરે છે. ત્યારબાદ મમતાએ વિવાદિત પીએમ-કેર્સ ફંડ પર સવાલ ઉઠાવ્યા હતા, જેના પર પારદર્શિતાના અભાવનો આક્ષેપ કરવામાં આવે છે. જો કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધું ન હતું, પણ તે સ્પષ્ટ હતું કે તેણી તેમને નિશાન બનાવી રહ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના વડાએ આયુષ્માન ભારત અને પીએમ કિસાન સન્માન નિધિ જેવી કેન્દ્રીય યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવી યોજનાઓ તેમના રાજ્યમાં છે, જેને બંગાળમાં લાગુ કરવાની જરૂર નથી.
તેણીએ કહ્યું, “તૈયાર રહેજો. ભવિષ્યમાં, લોકો દરેક વસ્તુનો જવાબ આપશે. બંગાળના લોકો એક ઇંચ પણ પોતાની જગ્યાએથી ખસશે નહીં. ભલે તમે ગમે તેટલી એજન્સીઓ પાછળ લગાવી દો, ગમે તેટલા લોકોને જેલમાં મોકલો.’’ મમતાએ બીજેપી, સીપીએમ અને કોંગ્રેસ સહિત બધા વિપક્ષોને તેમના પક્ષ અને સરકાર ઉપર લગાવેલા ભ્રષ્ટાચારના આરોપોનો જવાબ આપ્યો ?
– મેઘદીપ ભટ્ટાચાર્ય
(સૌ. : ટેલિગ્રાફ ઈન્ડિયા)
Recent Comments