(એજન્સી) કોલકતા, તા. રપ
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે જાહેર કરેલી એક યોજના અનુસાર, બંગાળના અસંગઠિત ક્ષેત્રના કામદારોને વાયરસના લીધે થયેલ લોકડાઉનની અસરને ધ્યાનમાં લઇ એમને રૂા.૧,૦૦૦ની સહાય અપાશે.
મુખ્યમંત્રીએ મંગળવારે જણાવ્યું હતું કે “અમે અસંગઠિત ક્ષેત્રના કામદારોને મદદ કરવા પ્રોચેસ્ટા નામની એક યોજના તૈયાર કરી છે, જેમને આ કઠિન સમયમાં તેમની આજીવિકા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કામદારો એક સમયે એક હજાર રૂપિયાની સહાય માટે ૧૫થીે ૩૦મી એપ્રિલ વચ્ચે અરજી કરી શકે છે.”
સૂત્રોએ જણાવ્યું કે આ પહેલથી અસંગઠિત ક્ષેત્રના લગભગ ૬૦ લાખ કામદારોને મદદ મળશે .
બાંધકામ અને પરિવહન ઉદ્યોગ જે મોટી સંખ્યામાં અસંગઠિત કામદારોને રોજગારી આપે છે, તે લોકડાઉનને કારણે અટકી પડ્યું છે. આ યોજનામાં ઘરેલુ કામદારો તેમજ સ્થળાંતરીત મજૂરોને પણ આવરી લેવામાં આવશે, જેમાંથી ઘણા વાયરસના ભયથી બંગાળ પાછા ફર્યા છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે “રાજ્યમાં કૃષિ કાર્ય પણ અટક્યું છે, વેતન મજૂરો માટે આ મુશ્કેલ સમય છે. આર્થિક સહાય રાજ્યના લાખો લોકોને મદદ કરશે.”
“ગામડાઓમાં અને શહેરી વિસ્તારોના લોકો કેટલાક ભાગોમાં તેમની આજીવિકા અંગે ચિંતિત હોવાથી, લોકડાઉન દરમિયાન તેઓ કામની શોધમાં ઘરની બહાર આવી રહ્યા હતા.” સરકાર લોકડાઉન દ્વારા સામાજિક અંતરનું લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. આ યોજના રાજ્યના લોકોને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઘરે રાખવામાં મદદ કરશે,” એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
તેમ છતાં મુખ્યમંત્રી પાસે સ્પષ્ટ વહીવટી લક્ષ્ય છે જે પ્રાપ્ત કરવાનું છે, આ યોજના તેમને રાજકીય રીતે પણ મદદ કરી શકે છે.
મજૂર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અસંગઠિત ક્ષેત્રોના કામદારોને નાણાકીય સહાય આપવાના નિર્ણયની ગ્રામીણ વિસ્તારોમાં મહત્તમ અસર થશે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપે મજબૂત પક્કડ જમાવી છે.