(એજન્સી) કોલકાતા, તા. ૭
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા વિકસાવાયેલી મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરી હતી જેનાથી ડોક્યુમેન્ટ સ્કેન કરી શકાય છે અને જણાવ્યું કે, આ રાષ્ટ્રવાદ દર્શાવે છે. કેન્દ્ર સરકાર દ્વારા ચીનની ૫૯ મોબાઇલ એપ્લીકેશન પર પ્રતિબંધ અને ચીનના સામાનનો બહિષ્કાર કરવાના આહવાનના બીજા દિવસે જ રાજ્ય સરકારે ‘સેલ્ફ સ્કેન’ એપ્લીકેશન વિકસાવી હતી. એપ્લીકેશન લોન્ચ કર્યા બાદ મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, હું હંમેશા ઇચ્છતી હતી કે, મારા દેશમાં આવી એપ્લીકેશનનો ઉપયોગ થાય. આ રાષ્ટ્રવાદ દર્શાવે છે. આજે બંગાળ જે વિચારે છે તે આવતીકાલે સમગ્ર વિશ્વ વિચારશે.