(એજન્સી) કોલકાતા, તા.૬
મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે કહ્યું હતું કે, બંગાળ કોરોના વાયરસ રોગચાળાને પહોંચી વળવા માટે એક ટીમ બનાવી રહ્યું છે અને તેમાં નોબેલ પ્રાઈઝ વિજેતા અભિજિત બેનરજીની સેવાઓ લેવામાં આવશે.
મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, લોકડાઉનને લીધે સરકારને આવક થઈ રહી નથી. અમને ખબર નથી કે, આપણે આ પરિસ્થિતિમાં હજુ કેટલા સમય સુધી રહેવું પડશે. આપણે ભવિષ્ય માટે યોજના ઘડવી પડશે. કોવિડ-૧૯ સામે લડવા માટે અમારી સરકાર રાજ્યમાં વૈશ્વિક સલાહકાર સમિતિ બનાવશે. જેમાં નોબલ પ્રાઈઝ વિજેતા અભિજિત બેનરજી સમિતિનો ભાગ બનશે. આજે બપોરે ૧૨ વાગ્યા સુધી પશ્ચિમ બંગાળમાં સક્રિય કોરોના વાયરસ કેસોની કુલ સંખ્યા ૬૧ છે. જેમાં ૫૫ કેસો ફક્ત સાત પરિવારોના છે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર દ્વારા ફક્ત ૩,૦૦૦ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) મોકલવામાં આવ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું કે, અમોએ ૨,૨૭,૦૦૦ પીપીઇની વ્યવસ્થા કરી છે.