(એજન્સી) કોલકાતા તા. ૨૪
પંચાયત ચૂંટણીઓમાં વિપક્ષોને ઉમેદવારી પત્રો દાખલ કરવામાં વિરોધો ઉતપન્ન કરવા અને હિંસા ફેલાવવાના આક્ષેપો માટે આલોચનાઓનો બાદ હવે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ૨૪મી એપ્રિલે ફેસબુક પર લાઇવ આવવાનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં પંચાયત ચૂંટણી પહેલા ચાલી રહેલી હિંસા મામલે તેઓને સીધા સવાલો કરવામાં આવશે.
આ પહેલા પણ તેમણે ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ફેસબુક પર લાઇવ ચેટ કરી હતી. મમતા બેનરજી પાસે તેના ફેસબુક પેજ પર ૨૭ લાખથી વધારે ‘લાઇક’ છે.
જ્યારે પંચાયત ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી નથી, ત્યારે ૨૩ એપ્રિલના રોજ નોમિનેશન ફાઇલિંગ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. ઘણા ફેસબુક ફોલોઅર્સે પહેલાથી જ રાજ્યના વિકાસના અવરોધો, રાષ્ટ્રીય રાજકારણમાં તૃણમૂલની ભૂમિકા, બંગાળમાં ચૂંટણી સંબંધિત હિંસા માટે પોસ્ટ કરી ચુક્યા છે.