અમદાવાદ,તા.૭
શહેરના દાણીલીમડા વિસ્તારમાં એક યુવાને તેની બહેનને મમ્મીનું ધ્યાન રાખવાનો મેસેજ કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. વિગતવાર વાત કરીએ તો શહેરના દાણીલીમડા વિસ્તારની ચીમનભાઈ પેન્ટર્સની ચાલીમાં રહેતા મોહંમદ અમીન બહાદુરભાઈ જીવાણી (ઉ.વ.૩૧)એ તેની બહેનને હું દુનિયા છોડીને જાવ છું, મને માફ કરજે અને મમ્મીનું ધ્યાન રાખજે એવો વોટસએપ મેસેજ કરી તેના ઘરે જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર બનાવ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માતે મોત નોંધી છે.