આ વર્ષે આ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે કપરા સંજોગોમાં પણ હજ સંપન્ન થઈ જાય : કિંગ સલમાન

(એજન્સી) તા.૩૧
સઉદી અરબના શાસક કિંગ સલમાને શુક્રવારે કહ્યું હતું કે મર્યાદિત હજનું આયોજન કરવામાં સઉદી વહીવટીતંત્રે બમણી મહેનત કરવી પડી હતી. આ વર્ષે સઉદી અરબમાં રહેતા ફકત ૧૦૦૦ લોકોને જ હજ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ૮૪ વર્ષીય કિંગ સલમાને કહ્યું હતું કે, મહામારી દરમ્યાન હજયાત્રા યોજવા માટે અમને યાત્રીઓની સંખ્યા ઘટાડવાની જરૂર પડી હતી. પરંતુ આ માટે વિવિધ એજન્સીઓને બમણી મહેનત કરવી પડી હતી. તેમણે કહ્યું હતું કે આ વર્ષે હજ માટે જુદી જુદી રાષ્ટ્રીયતા ધરાવતા મર્યાદિત લોકોની પસંદગી કરવામાં આવી હતી. આ વર્ષે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે મુશ્કેલ સંજોગોમાં પણ હજ સંપન્ન થઈ જાય. ઉલલેખનીય છે કે, પિતાશયની સર્જરી પછી શુક્રવારે જ કિંગ સલમાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે છેલ્લા ૧૦ દિવસની હોસ્પિટલમાં હતા સઉદી વહીવટીતંત્રે આ વર્ષે હજ દરમ્યાન સ્વાસ્થ્ય અંગે અગમચેતીના ઉચ્ચતમ માપદંડો લાગુ કર્યા છે. બધા હજયાત્રીઓનું કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર હજ દરમ્યાન માસ્ક અને સામાજિક અંતરના નિયમોનો કડકાઈથી અમલ કરવામાં આવ્યો હતો.