દુબઈ, તા.પ
ખરાબ ફોર્મમાં ચાલી રહેલા મલિંગાને પાકિસ્તાન વિરૂદ્ધ વન-ડે સિરીઝ માટે શ્રીલંકાની ટીમમાં સ્થાન મળ્યું નથી. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે કહ્યું કે વર્તમાન ફોર્મને ધ્યાનમાં રાખતા અને ર૦૧૯ વિશ્વકપ માટે શ્રીલંકા ટીમની યોજના મુજબ મલિંગાને બહાર કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત મેથ્યુઝ પણ આ સિરીઝ ગુમાવશે. ટીમ : થરંગા(કપ્તાન), ચાંડીમલ, ડિકવેલા, થિરીમાને મેન્ડીસ, શ્રીવર્ધના, કાપૂગેદરા, પરેરા, પ્રસન્ના, પ્રદીપ, લકમલ, ચમીરા, ફર્નાન્ડો, ધનંજય, વન્ડેર્સ.