(એજન્સી) કુઆલાલામ્પુર, તા.૬
કૌભાંડોથી બદનામ થયેલા મલેશિયાના વડાપ્રધાન નજીબ રઝાકે શુક્રવારે સંસદનું વિસર્જન કરવાની જાહેરાત કરી હતી. જેથી નવી ચૂંટણીઓ યોજી શકાય. સ્થાનિક મીડિયાના કહેવા અનુસાર સંસદનું વિસર્જન ૭ એપ્રિલ ર૦૧૮થી વિધિસર ગણાશે તેમ ટીવી પર એક વકતવ્ય દરમિયાન વડાપ્રધાન નજીબે જાહેરાત કરી હતી. હવે ટૂંક સમયમાં જ ચૂંટણીપંચ ચૂંટણીઓ યોજવા માટે નવી તારીખોની જાહેરાત કરશે. જે રમઝાન પહેલાં યોજાશે. સંસદની રરર બેઠકો છે. જ્યારે રાજ્યોની પ૦પ બેઠકો છે. દેશમાં રર વર્ષ રાજકરનાર અને હાલના વિપક્ષના નેતા મહાથીર મોહમ્મદનો નજીબ મુકાબલો કરી રહ્યા છે.