(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૨૦
અંકલેશ્વર શહેર ના મધ્યમાં સરગમ કોમ્પ્લેક્સમાં ડૉ. અઝરૂદ્દીન ટોપીયા (એમ.ડી.) તથા ડૉ. સના ખાનમ ટોપીયાના અદ્યતન સુવિધા સાભાર અંકલેશ્વર હોસ્પિટલ એન્ડ આઇસીયુનું ઉદ્‌ઘાટન આજરોજ કરાયું હતું.
શહેરના જાણીતા તબીબ ડૉ. અઝરૂદ્દીન ટોપીયાના અંકલેશ્વર હોસ્પિટલ એન્ડ આઇસીયુનું આજરોજ મવલાના ઈસ્માઈલ પટેલ કોસમડી દ્વારા ધાર્મિક પ્રવચન સાથે શરૂઆત કરાઇ હતી અને તેમના દ્વારા દુવા ગુજારી આ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કરાયું હતું.
આ અંગે શહેરના જાણીતા એમ.ડી. ડૉ. અઝરૂદદિન ટોપીયાએ એક વાતચીતમાં જણાવ્યુ હતું કે અમારી હોસ્પિટલમાં કોઈપણ જાતના ભેદભાવ વિના સારી સુવિધાઓ સાથે સારવાર મળે અને વહેલી તકે લોકો સ્વસ્થ થાય તે અમારી પ્રાથમિકતા રહેશે અને ૨૪ કલાક તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખુલ્લુ રહેશે.
જ્યારે ડૉ. સના ખાનમ ટોપીયાએ જણાવ્યુ હતું કે અમે તમામ લોકોના સાથ સહકાર અને પ્રયાસોથી અંકલેશ્વર હોસ્પિટલ અને આઇસીયુનું ઉદ્‌ઘાટન કરી શક્યા છે જે માટે તમામ લોકોને અમે શુભેચ્છા પાઠવીએ છે અને આભાર વ્યક્ત કરીએ છે.
આ પ્રસંગે ડૉ. નાણાવટી, ડૉ. નરેન્દ્ર શાહ, ડૉ. ધીરજ સાઠે, ડૉ. જિગ્નેશ પટેલ, ડૉ. આકાશ છાબરા, ડૉ. મેઘા મહેતા, ડૉ. જય વ્યાસ, સરદાર ખાન સાહબ, ઐયુબભાઈ ટોપીયા, જુબેદાબેન ટોપીયા, આસીયા ટોપીયા, મ્યુ. સભ્ય શરીફ કાનુગા, પિરામણ સરપંચ ઈમરાન પટેલ, અસલમ હાંટીયા, ઇકબાલ હાંટીયા, ડૉ. નદિમ સૂફી, અ.કાદર ઘંટીવાલા, સલીમભાઈ કેન્ટીનવાલા, સરફરાઝ શેખ, લીયાકત શેખ, નુરૂ કુરેશી, ઇદ્રીસ ફોદા, ઈમરાન ખલીફા સહિતના તબીબો, અગ્રણીઓ તથા શુભેચ્છાકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
(તસવીર : મુનીર શેખ, અંકલેશ્વર)