સુરત, તા.૧૫
સ્મશાન ભૂમિની આડમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે ભાજપના એમએલએ સંગીતા પાટીલ સહિત ટ્રસ્ટીઓ સામે પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે જેની તપાસ એસીપી સ્તરના અધિકારીને સોંપવામાં આવતા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે.લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા રાજેન્દ્ર પટેલ (રહે એ-૪૫, પરસોત્તમ નગર, અલથાણ, સુરત) ૧૨ ટ્રસ્ટીને સંડોવતા બનાવની હકીકત એવી છેકે, લિંબાયત વિસ્તારમાં આધુનિક સ્મશાન ભૂમિ બનાવવા માટે પાલિકા પાસેથી ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી. મુક્તિધામ હિન્દુ સ્મશાનભૂમિ ટ્રસ્ટ નામથી રજિસ્ટર્ડ થયેલી સંસ્થાને જમીન પર બાંધકામ માટે પાલિકા દ્વારા ૬.૪૧ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા હતા જેમાંથી ૪.૦૫ કરોડ ચુકવી દેવામાં આવ્યા છે.૨૦૧૬થી શરૂ થયેલા બાંધકામમાં માત્ર ૨૦થી ૩૦ ટકાનું કામ થયું હોવાથી બાકીના રૂપિયાનો વહીવટ થઈ ગયો હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પાલિકા દ્વારા ૨૦૧૬માં ૧.૯ કરોડ, ૨૦૧૭માં ૧.૪૮ કરોડ, ૨૦૧૮માં ૪૫ લાખ ચુકવવામાં આવ્યા હતા પરંતુ કામમાં કોઈ પ્રગતિ સધાઈ ન હોવાથી ૨૦૧૯માં ફુટી કોડી પણ આપવામાં આવી ન હતી પરંતુ ૨૦૨૦માં વધુ ૨૨.૭૯ લાખ મંજુર કરાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને ચેમ્બર ઓફ કોમર્સના મેનેજિંગ ટ્રસ્ટી નીતિન ભરૂચાની ફરિયાદને આધારે એસીપી એએમ પરમારને તપાસ સોંપવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશકક્ષાના નેતા અર્જુન મોઢવાડિયા સાથે સંકલનમાં રહીને નીતિન ભરૂચાએ આઈપીસીની ૨૫ કલમ મુજબ ગુનો દાખલ કરવા પોલીસ કમિશનરને ભલામણ કરી છે. આ મામલામાં સત્તાવાર ફરિયાદ દાખલ થાય તેવા સંજોગો ઉજળા હોવાથી ભાજપની પ્રદેશ નેતાગીરીએ હસ્તક્ષેપ કરવા દોડધામ શરૂ કરી દીધી છે.
મશાન ભૂમિની આડમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ ભાજપ ધારાસભ્ય સહિત ટ્રસ્ટીઓ સામે ફરિયાદ

Recent Comments