(એજન્સી) મસ્કત,તા.૫
ત્રણ હિંમતવાન ભારતીય પ્રવાસીઓએ બે ઓમાનીઓને ડુબવાથી બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં નાખી દીધો. આ ઘટના સીબ બીચ પર થઈ હતી. એકસપેટસ જેમને શાહિદ રૂકનુદ્દીન મોહિદ્દીન અને મુદ્દસ્સિર કોલા તરીકે ઓળખાય છે તે માછલીઓ પકડવા માટે દરિયા કિનારે ગયા હતા. સ્થાનિક લોકોનો અવાજ સાંભળ્યા પછી તેમણે વિચાર્યું કે કોઈ વ્યકિત મજાક કરી રહી છે. પરંતુ ફરી જયારે બૂમો સાંભળી તો તેઓએ ત્યાં જોયું તો ઓમાનિસ ૪પ મિનિટ તેરાકીના અંતર પર હતા. ઈશારામાં તેમણે ઓમાનીઓને તેમની તરફ તરવાના નિર્દેશ આપ્યા અને તે લોકોએ પણ તરવાનું શરૂ કરી દીધું તે કિનારાથી ર૦થી ૩૦ મીટર દુર હતા. ભારતીય લોકોએ તેમને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં નાખી દીધો. શાહિદ તેમને બચાવવા માટે પાણીમાં કૂદી ગયો સૌભાગ્યથી તેઓ બન્ને ઓમાનીઓને બચાવવામાં સફળ રહ્યા રિપોર્ટ મુજબ સ્થાનિક ઓમાની હોડીમાં બેઠા હતા. પરંતુ ઉંચા મોજાના કારણે હોડી ઉથલી પડતાં પાણીમાં પડીસ ગયા ઘટના પછી શાહિદ બધાને દરિયા કિનારે જવાનો આગ્રહ કરતો રહ્યો.