(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
મસ્કતમાં ૧૨૫ વર્ષ જુના શિવ મંદિર તથા એક ભવ્ય મસ્જિદ મુલાકાત સાથે મોદીએ ૪ રાષ્ટ્રોનો પ્રવાસ પૂરો કરીને સ્વદેશ પરત ફર્યાં. મોદીએ કહ્યું કે મસ્કતમાં ૧૨૫ વર્ષ જુના શિવ મંદિરમાં પૂજા-અર્ચના કરવાનું મને પરમ સૌભાગ્ય સાંપડ્યું. તેમણે ટ્વીટ કર્યું કે મસ્કતમાં ૧૨૫ વર્ષ જુના શિવ મંદિરમાં પૂજા-અર્ચના કરવાનું મને પરમ સૌભાગ્ય સાંપડ્યું. મોદીએ મંદિરમાં મંદિર અધિકારીઓ તથા ભારતીય સમૂદાયના સભ્યો સાથે એક ગ્રુપ ફોટો પણ પડાવ્યો. મોદીએ ઓમાનની મુખ્ય મસ્જિદ સુલતાન કબૂસ ગ્રાન્ડ મોસ્કની પણ મુલાકાત લીધી.૨૦૦૧ માં આ મસ્જિદનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. મોદીએ ટ્વીટ કરતાં કહ્યું કે ઓમાન સાથે ભારતનું વધુ એક જોડાણ. મસ્કતમાં મુખ્ય મસ્જિદ સુલતાન કબૂસ ગ્રાન્ડ મોસ્કની મુલાકાત લીધી. ૩ લાખ ટન ભારતીય પથ્થરથી બાંધવામાં આવેલા આ મસ્જિદને ભારતના ૨૦૦ કારીગરોએ બનાવી છે તેવું કુમારે કહ્યું.
મસ્કતમાં ૧૨૫ વર્ષ જુના શિવ મંદિર, ભવ્ય મસ્જિદ મુલાકાત સાથે મોદીએ ૪ રાષ્ટ્રોનો પ્રવાસ પૂરો કર્યો

Recent Comments