(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૨૮
સમગ્ર રાજ્યમાં નમાજ અદા કરતી વખતે અઝાન (બાંગ પોકારવી) સમયે, લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની માગ સાથે ગાંધીનગરના ડોક્ટર દ્વારા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવેલી છે. હાઈકોર્ટ આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરશે.
અરજદારની માગ છે કે, રાજ્યભરમાં મસ્જિદમાં અઝાન સમયે લાઉડ સ્પીકરનો જે ઉપયોગ થાય છે, તેના પર રોક લગાવવા માટે સંબંધિત સત્તાધીશોને નિર્દેશ આપવામાં આવે.
કેસની વિગત જોઈએ તો, અરજદાર ગાંઘીનગરમાં રહે છે. જ્યાં, આવેલી મસ્જિદમાં પાંચેય સમયે નમાજ વખતે અઝાન પોકારવા માટે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે ગાંધીનગર કલેક્ટર અને મામલતદારને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. જેમણે, સંબંધિત વિસ્તારમાં પોલીસ ઈન્સ્પેક્ટરને આ ફરિયાદ ફોરવર્ડ કરી હતી.