અહમદાબાદની માણેકચોક સ્થિત શાહી જામા મસ્જિદમાં ઈદ-ઉલ-અઝહાની નમાઝ સરકારની ગાઈડલાઈનના સખ્ત પાલન સાથે અદા કરવામાં આવી હતી. મસ્જિદમાં પ્રવેશ મેળવનારા દરેક  નમાઝીઓના મોઢા પર માસ્ક પહેયું હોય તો જ પ્રવેશ અપાતો હતો અને થર્મલ ગનથી ચેક કરવામાં આવતું હતું. નમાઝમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી. પરિણામે મર્યાદિત સંખ્યામાં નમાઝીઓને પ્રવેશ અપાયા બાદ મસ્જિદના દરવાજા બંધ કરી દેવાતા બહાર મોટી સંખ્યામાં લોકો નમાઝ પઢવા વિના  વંચિત રહી ગયા હતા. જેઓ મસ્જિદમાં આવ્યા છતાં નમાઝ ન પઢી શકયાનો અફસોસ જોવા મળ્યો હતો.