(એજન્સી) નવી દિલ્હી, તા.ર
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા સંઘના શિબિરમાં જવાનું આમંત્રણ સ્વીકાર્યા બાદ ઊભા થયેલ વિવાદ વચ્ચે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું કે મહાત્મા ગાંધીએ પણ સંઘના સકારાત્મક મૂલ્યોને ઓળખ્યા હતા. નાયડુએ મહાત્મા ગાંધીને ટાંકતા કહ્યું કે જ્યારે ગાંધીજી ૧૯૩૪માં આરએસએસના શિબિરમાં પહોંચ્યા તો આરએસએસના અનુશાસન અને છૂતઅછૂત રહિત વાતાવરણ જોઈને દંગ થઈ ગયા હતા. નાયડુએ કહ્યું કે ગાંધીજીએ તમામ સ્વયંસેવકોને નાતજાતના ભેદભાવ વિના એકસાથે રહેતા અને ખાતાપિતા જોયા હતા. એમણે કહ્યું કે ભારતમાં ધર્મનિરપેક્ષતા બહુ જ સુરક્ષિત અને નિર્વિવાદ છે. કારણ કે એ તમામ ભરતીયોના ડીએનએમાં છે.