(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર૪
ભાજપના પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે રાજ્યના કેટલાક સંગઠનોએ મહાદયી નદીના મુદ્દે ગોવા સાથે વિવાદને ઉકેલવા બે દિવસના બંધના એલાન સાથે વડાપ્રધાન મોદીની દખલગીરીની કરેલી માગણીને ભાજપે રાજકીય પ્રેરિત ગણાવી કહ્યું છે કે આની પાછળ કોંગ્રેસનો હાથ છે. જેમણે બંધ માટે મોદી-શાહના આગમનની તારીખ પસંદ કરી છે. મોદી અને અમિત શાહ પ્રદેશ ભાજપની નવ કર્ણાટકા પરિવર્તન યાત્રામાં ભાગ લેવા કર્ણાટક આવી રહ્યા છે.
કેટલાક સંગઠનોએ રપ જાન્યુઆરીએ બંધનું એલાન આપ્યું છે. તે દિવસે શાહ મૈસૂરમાં રેલીને સંબોધવાના છે. જ્યારે ૪ ફેબ્રુઆરીએ મોદીના આગમન સમયે બંધનું એલાન કરાયું છે. યેદુરપ્પાએ રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર બંધને સમર્થનનો આરોપ મૂક્યો છે. જે ગંદી રમત છે. મુખ્યમંત્રી મુંઝવણ પેદા કરવા માંગે છે. શાળા-કોલેજો, બસો ભૂતકાળમાં બંધ રહી છે. આવું વર્તન કોઈ મુખ્યમંત્રીનું જોવા મળ્યું નથી. અસરવાળા વિસ્તારમાં બંધ યોગ્ય છે પરંતુ સમગ્ર રાજ્યમાં બંધની શું જરૂર છે ? મૈસૂરને શું લેવા દેવા ? વિપક્ષી નેતા જગદીશ શેટ્ટરે કહ્યું કે રપ જાન્યુઆરીએ રાજ્ય બંધનું એલાન છે છતાં ૪ ફેબ્રુઆરીએ કેમ એલાન અપાયું ?