ભૂજ, તા.૩૧
ક્રિકેટની દુનિયાના સમ્રાટ માસ્ટર બ્લાસ્ટર જાણીતા ક્રિકેટર અને રાજ્યસભાના સાંસદ સચિન તેંડુલકર તા.૩૧/૧ના રોજ કચ્છની એક દિવસની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓ કચ્છના માંડવી દરિયાકાંઠે પહોંચ્યા હતા. ત્યાં એક ખાનગી રિસોર્ટમાં તેઓ રોકાયા હતા અને બાદમાં વિજય વિલાસ પેલેસ પહોંચીને રાજાશાહી યુગની આ ઈમારત તેમણે નિહાળી હતી. બાદમાં સચિન તેંડુલકરે માંડવી દરિયાકિનારાની મુલાકાત લીધી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સચિન તેંડુલકર પોતાના પરિવાર અને અંગત મિત્રો સાથે કચ્છની મુલાકાતે આવ્યા છે. માંડવીમાં સેરેના બીચ રિસોર્ટ ખાતે સચિન તેંડુલકર રોકાયા છે જ્યાં તેમની ઝલક મેળવવા તેમના ચાહકોએ ભીડ જમાવી હતી. સચિન તેંડુલકર કચ્છમાં ફરવા માટે જ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.