૨૬, ઓગસ્ટના રોજ કોલકાત્તામાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે પ્રથમ એવા સુરક્ષિત આશ્રયનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. કલંક અને કનડગતનો સામનો કરી રહેલ સેક્સ્યુઅલ લઘુમતીઓ માટે આ એક ઉમદા પહેલ હતી. ટ્રાન્સજેન્ડર કર્મશીલ રંજિતા સિંહાની ઉત્કૃટ ભાવનાના કારણે સાકાર પામેલ આ આશ્રયસ્થાન સમાજના સૌથી નબળા વર્ગને કામચલાઉ આવાસ જ પૂરા નહીં પાડે પરંતુ તેમને કાનૂની અને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ પણ પૂરુ પાડશે. રંજિતા સિંહા તેને શરીર, મન અને આત્માને રીચાર્જ કરવાનું પાવરહાઉસ ગણાવે છે. તેના એક રૂમમાં દીવાલ પર એક પોસ્ટરમાં લખેલું છે કે ‘ઇશ્વર- અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન.’ ભારતમાં ત્રીજી જાતિ તરીકે ટ્રાન્સજેન્ડરને માન્યતા આપવા માટે જે ચળવળ શરૂ કરવામાં આવી હતી તેના અગ્રીમ મોરચે રહેલ કર્મશીલ રંજિતા સિંહા જણાવે છે કે આ આશ્રયસ્થાન પાછળ એ વિચાર રહેલો છે કે લૈંગિક અને ધાર્મિક ઓળખ પર આધારિત તમામ ભેદભાવનો અંત આવવો જોઇએ.
સામાજિક બહિષ્કાર કોરોના વાયરસ મહામારીને અટકાવવા માટેના પ્રયાસોની અસરકારકતા સાથે બાંધછોડ થતી હોવા છતાં લઘુમતીઓએ હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકોને સહયોગ આપવા માટે સાર્વત્રિક પ્રયાસો કર્યા છે. તેઓ માત્ર આંતરધર્મીય કામગીરી સાથે જ વધુને વધુ સંકળાયેલા છે એવું નથી પરંતુ તેઓ ભારતમાં ધાર્મિક ધ્રુવીકરણ અટકાવવા માટે પણ મદદ કરી રહ્યાં છે. એ જ રીતે હૈદરાબાદમાં એક બુરખાધારી મુસ્લિમ કર્મશીલે માર્ચના અંતમાં ભારતભરમાં લોકડાઉન જાહેર કરાયાં બાદ હજારો પ્રવાસી કામદારોને ખોરાક, પાણી અને આશ્રયસ્થાનની સુવિધા પૂરી પાડી હતી. દિવસ રાત ખાલીદા પરવીને જુદા જુદા ધર્મોના ગરીબો માટે અથાગ મહેનત કરી છે. રમઝાન દરમિયાન ખાલીદા પરવીને તેમના માટે ભોજન પણ તૈયાર કરીને તેમને પહોંચાડતાં હતાં અને સહાનુભૂતિ સાથે તેમની વ્યથાને સાંભળતા હતા. આમ એક બાજુ તબ્લીગી જમાત સંમેલન, મોહર્રમના જુલૂસ અને ચર્ચમાં મેળાવડા જેવી ઘટનાઓને કારણે મહામારીનો ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ નફરત ભડકાવવા માટેના એક હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ ઉપેક્ષિતોએ સમુદાયમાં કર્મઠતા ઊભી કરવા માટે પ્રેમ અને અહિંસાના ગાંધીવાદી સિદ્ધાંતો પર વિશ્વાસ રાખ્યો છે. આમ જો આપણે ખરેખર લઘુમતીઓને સાંભળવા માગતાં હોઇએ તો તેમની સ્થિતિસ્થાપકતા, સામનો કરવાની રણનીતિ, અનુકંપા અને વધુ સર્વસમાવેશક સમાજનું નિર્માણ કરવાના પ્રયાસો દ્વારા આપણે તેમની પાસેથી ઘણું બધુ શીખવાનું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મહારાષ્ટ્રમાં એક નાના ગામના સ્થાનિક લોકોએ પૂર્વ સોવિયેત સંઘમાં ગુજારવામાં આવતાં ત્રાસથી નાસીને આવેલા ૫૦૦૦ કરતાં વધું પોલેંડના નિવાસીઓને ઉદાર દિલે આવકાર્યા હતા.પાંચ વર્ષ સુધી આ સમુદાયનો પોતાની શાળા, હોસ્પિટલ, પોસ્ટઓફિસ અને ફાયર બ્રિગેડ સ્ટેશન સાથે વિકાસ થયો હતો.
પરંતુ તેમના પ્રત્યેની વિમુખતાને કારણે આપણે આ તકને ગુમાવી રહ્યાં છીએ. ધાર્મિક ધ્રુવીકરણે આપણને લઘુમતીથી વધુ ભયભીત અને શંકાસ્પદ જ કર્યા નથી પરંતુ અભૂતપૂર્વ સમયમાં વધુ સારી રીતે કામ લેવા માટે શીખવાની તકો પણ બંધ કરી દીધી છે. રોજબરોજના પ્રહારો અને સામાજિક બહિષ્કાર, મિત્રો અને પરિવાર દ્વારા તરછોડવાની વૃત્તિ, શારીરિક અને માનસિક આરોગ્ય સંકટની સામે લઘુમતીઓએ કઇ રીતે ટકી રહેવું જોઇએ તે માટેનું કૌશલ્ય વિકસાવ્યું છે. તેમની હાડમારીઓએ માનવ ગરિમા, ઉદારતા અને સહિષ્ણુતા અંગે તેમને ઘણુ શીખવ્યું છે. કટોકટી અને સંકટમાં કઇ રીતે જીવવું એ અંગેના મૂળભૂત પાઠ લઘુમતીઓ અને નિર્વાસિતો આપણને શીખવે છે જેને બાંગ્લાદેશ, યુક્રેન, જોર્ડન અને કેન્યા જેવા દેશોએ પણ સમર્થન આપ્યું છે. કેન્યામાં દ.સુદાનના નિર્વાસિતોએ સમુદાયની જરુરીયાતને પહોંચી વળવામાં તેમના બિઝનેસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. જોર્ડનમાં મહિલાઓ વિદ્યાર્થીઓને અરબી સાક્ષરતાના પાઠ ભણાવે છે. યુક્રેનમાં નિર્વાસિતો દ્વારા સમુદાય અધિકારીતા રહેલ ઉપેક્ષિતોને જીવન રક્ષક સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડે છે. બાંગ્લાદેશમાં રોહિંગ્યા નિર્વાસિતોની છાવણીમાં મહિલા સ્વયંસેવકો ઘરે ઘરે ફરીને સામાજિક અંતર જેવી બાબતોથી માહિતગાર કરે છે. કમનસીબે ભારતમાં આ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે આપણે ભાગ્ય ેજ કઇ કર્યુ છે. કેટલાક હિંમતવાન સિવિલ સોસાયટીના સભ્યો અને કર્મશીલો દ્વારા આ દિશામાં હાથ ધરાવમાં આવેલા છૂટાછવાયાં પ્રયાસોને પણ કોણ રાષ્ટ્રવાદી છે અને કોણે રાષ્ટ્રદ્રોહ કર્યો છે એવા અનંત પ્રશ્નો પૂછીને નિષ્ફળ બનાવ્યાં છે.
– પ્રિયદર્શીની સેન
(સૌ. : આઉટલુકઇન્ડિયા.કોમ)