અમરેલી, તા.ર૮
જેઈઈ-નીટની પરીક્ષાનો વિરોધ કરવા માટે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્ર સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરી પરીક્ષા મોકૂફ રાખવા માંગ કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા, પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન અને જી.પં. સદસ્ય ટીકુભાઈ વરૂ, જિલ્લા મહામંત્રી જનકભાઈ પંડ્યા, ભરતભાઈ હપાણી, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, શહેર કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ ઠુંમર, નગરપાલિકા નેતા વિપક્ષ સંદીપભાઈ ધાનાણી, મહિલા કોંગ્રેસ પ્રદેશ મંત્રી હંસાબેન જોશી, મંત્રી જમાલભાઈ મોગલ, કોંગ્રેસ અગ્રણી જીતુભાઈ ગોળવાળા, નગરપાલિકા સદસ્ય બી.કે. સોળિયા, ચંદુભાઈ બારૈયા, અરવિંદભાઈ સીતપરા અને નરેશભાઈ અધ્યારૂ ઉપસ્થિત રહ્યા હતા અને હાલની મહામારીને ધ્યાને લઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.