(એજન્સી) મુંબઈ, તા.૯
મુંબઈમાં કોરોના મોતનાં વધતા કેસો વચ્ચે મહારાષ્ટ્રના પીએમ ઉદ્વવ ઠાકરેએ ખૂબ જ મોટો ફેરફાર કરતાં બીએમસીના પ્રમુખ પ્રવિણ પરદેેશીને બરતરફ કર્યા છે. ઠાકરેએ શુક્રવારે જાહેરાત કરતા કહ્યું કે, તાત્કાલિક ધોરણે બીએમસી પ્રમુખ પ્રવિણ પરદેશીને હટાવવામાં આવી અને તેમની જગ્યાએ નાગરિક સેવામાં ઈકબાલ સિંહ ચહલને નિયુક્ત કરવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકારે પરદેશીને શહેરી વિકાસ વિભાગમાં ખસેડ્‌વામાં આવ્યા છે. જ્યારે ચહલને મુખ્ય સચિવના પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પરદેશીની જગ્યાએ, ઇકબાલ ચહલને બીએમસીના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. તે હજી પણ શહેરી વિભાગમાં મુખ્ય સચિવ તરીકે કાર્યરત હતો. આ ઉપરાંત થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સંજીવ જયસ્વાલની બીએમસીના નવા એડિશનલ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તે જ સમયે, આબાસાહેબ જારહદની રાહત અને પુનર્વસન સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મુંબઈમાં બીએમસીના કમિશનર પ્રવીણ પરદેશીની બદલી એવા સમયે કરવામાં આવી છે જ્યારે અહીં કોરોનાના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં દરરોજ સરેરાશ ૪૦૦ થી વધુ કોરોના પોઝિટિવ આવે છે. શુક્રવાર સુધીમાં, મુંબઈમાં ૧૧ હજારથી વધુ પોઝિટિવ કેસ અને ૪૩૭ લોકોનાં મોત નિપજ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પરદેશીને હટાવવા માટે ઉદ્ધવ સરકાર ઉપર પહેલેથી દબાણ હતું પરંતુ અચાનક સરકાર કોઈ નિર્ણયની તરફેણમાં નહોતી. પરદેશી પર મુંબઈના તમામ વિસ્તારોમાં કોરોના હોસ્પિટલોના સંચાલનમાં ખોટા નિર્ણયો લેવાનો આરોપ હતો. ગુરુવારે સાયન હોસ્પિટલનો વીડિયો વાયરલ થતાં ઉદ્ધવ પર કાર્યવાહીનું દબાણ વધ્યું હતું.