(એજન્સી) તા.૨
દેશમાં લોકડાઉનની વચ્ચે ફસાઈ ગયેલા મજૂરોની ધીરજ હવે ખુટી રહી છે. સરકારે જો કે મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે વિશેષ ટ્રેનો શરૂ તો કરી છે તેની વચ્ચે મહારાષ્ટ્રમાં ફરી એક વખત ઘરે જવા માટે આજે મજૂરો રસ્તા પર ઉતરી આવતા સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડયા હતા. મુંબઈની જેમ મહારાષ્ટ્રના બલ્લારપુર જિલ્લાના ચંદ્રપુરમાં શનિવારે સવારે નવ વાગ્યે એક હજારથી વધારે મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને માંગણી કરવા માંડ્યા હતા કે, અમને અમારા ઘરે જવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવે.તેઓ જાતે જ રેલવે સ્ટેશન તરફ ચાલવા માંડ્યા હતા.આ પૈકીના મોટાભાગના યુપી અને બિહારના છે. જો કે, પોલીસને આ બાબતની જાણકારી મળતા પોલીસે તેમને રોકયા હતા અને ખાવાનું પણ આપ્યું હતું.તેઓ જ્યાં રહેતા હતા તે સ્થળે તેમને પાછા મોકલ્યા હતા. પોલીસે તેમને જાણકારી આપી હતી કે, ઘરે જવા માટે વિશેષ વાહનોની વ્યવસ્થા થઈ રહી છે અને આ માટે પોલીસે તેમને ફોર્મ ભરવા માટે કહ્યું હતું.