(એજન્સી) મુંબઈ ,તા.૨૫
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું હતું. તેને ધ્યાન રાખવાનું કહી રહ્યાં હતા અને હવે તેને બહારની સ્થિતિનો અહેસાસ થશે કે બહારની સ્થિતિ ગંભીર છે. મહામારી દરમયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઘરની બહાર નહીં નીકળવા પર વિપક્ષે હાલમાં જ તેના પર નિશાન સાધ્યું હતુ. તેને ધ્યાને રાખીને તેણે આ ટીપ્પણી કરી હતી.
રાઉતે કહ્યું કે, ઠાકરેએ વિપક્ષ નેતા ફડણવીસને સારી સારવાર થાય તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને આદેશ અપાયો છે. ફડણવીશે શનિવારે કહ્યું હતું કે, તે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. પાર્ટીના એક સુત્રના જણાવ્યા પ્રમાણે ભાજપના નેતાને મુંબઈની એક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. તેમની હાલત સ્થિર છે. સુત્રોએ જણાવ્યું છે કે, શુક્રવારે સાંજે મુંબઈ આવ્યા બાદ ફડણવીસે પોતાની તપાસ કરાવી હતી. કારણ કે તેની સાથે બિહાર ચૂંટણી પ્રચારમાં શામેલ થયેલા ભાજપના કેટલાક નેતા કોવિડ-૧૯થી સંક્રમિત થયેલા મળી આવ્યાં હતાં. ફડણવીસ ૧૯થી ૨૧ ઓક્ટોબર સુધી પુર પ્રભાવિત પશ્વિમી મહારાષ્ટ્ર અને મરાઠવાડા વિસ્તારના પ્રવાસ ઉપર હતાં. સંજય રાઉતે કહ્યું હતું કે, અમે દેવેન્દ્ર ફડણવીસને ધ્યાને રાખવા માટે કહ્યું હતું. તેમને હવે અહેસાસ થશે કે બહારની સ્થિતિ ગંભીર છે. વિપક્ષ ક્યાંય નહીં જવા માટે મુખ્યમંત્રી પર નિશાન સાધી રહ્યું છે. તેણે કહ્યું કે, ફડણવીસને સરકારી હોસ્પિટલમાં દાખલ થઈને સારો સંદેશો વહેતો કર્યો છે અને ઠાકરે તેમના સારી સારવાર સુનિશ્ચિત કરવા માટે આદેશ આપ્યાં છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થતાં શિવસેનાનો ટોણો દેવેન્દ્ર ફડણવીસને હવે અહેસાસ થશે કે કોરોનાની પરિસ્થિતિ ગંભીર છે : સંજય રાઉત

Recent Comments